Homeટોપ ન્યૂઝહેં! જોશીમઠનું સંકટ ઋષિકેશ-નૈનીતાલમાં પણ...?

હેં! જોશીમઠનું સંકટ ઋષિકેશ-નૈનીતાલમાં પણ…?

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાનું સંકટ ઊભું થયું છે, પરંતુ હવે ઋષિકેશ, નૈનીતાલ, મસૂરી, ટિહરી, ગઢવાલ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને અલ્મોડાના ઘરોમાં પણ દીવાલોમાં તિરાડો જોવા મળી છે. જોશીમઠમાં સર્જાયેલા સંકટને કારણે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે સતર્કતાના પગલા ભરવાની ફરજ પડી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. દુનિયામાં ફક્ત જોશીમઠમાં જમીન સરકવાનું જોખમ નથી, પરંતુ જમીન ધસી પડવાની પ્રક્રિયા બે પ્રકારની જોવા મળી છે, જેમાં દુનિયાના 36થી વધુ શહેરમાં થાય છે, જેમાં ભારતના દરિયાકિનારાના શહેર મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. જમીન ધસી પડવામાં બે પ્રક્રિયા જોવા મળે છે, જેમાં એક તો શહેર ઉપરથી નીચે આવતું હોય છે, જ્યારે બીજું શહેરના દરિયાકિનારા નજીકના શહેરોમાં બોરિંગમાંથી એટલું પાણી કાઢવામાં આવે કે જમીન અંદરથી નબળી થઈ જાય અને જમીન ધસી પડવાનું જોખમ રહે છે.
ઉત્તરાખંડના કર્ણપ્રયાગના બહુગુણા નગર અને આઈટીઆઈ કોલોનીના વિસ્તારમાં બે ડઝનથી વધુ ઘરમાં તિરાડો પડી છે. ઋષિકેશના અટાલી ગામ નજીકના 85 ઘરમાં તિરાડો પડી છે, જેમાં સ્થાનિક લોકો કહે છે કે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઈન તેના માટે જવાબદાર છે. ઉપરાંત, ટિહરી ગઢવાલના નાના વિસ્તારોના મકાનોમાં તિરાડો પડી છે અને તેના માટે નજીકની ટનલ યોજના કારણભૂત હોવાનો લોકોએ દાવો કર્યો હતો. ગુપ્તકાશી અને અલ્મોડાના વિવેકાનંદ પર્વતીય એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ નજીક પણ જમીન ધસી પડવાની ઘટના બની છે. ભૂસ્ખલન કે જમીન ધસી પડવાના બે કારણ જવાબદાર છે, જેમાં કુદરતી અથવા ભૂકંપને કારણે માટીનું ધોવાણ થઈ જવું. ઉપરાંત, બીજું માનવ નિર્મિત કોઈ પણ શહેર અથવા જમીનની અંદર પાણી કાઢી નાખવું. શહેરની ક્ષમતાથી વધુ બાંધકામનું પરિબળ જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ડોનેશિયાના જાકાર્તામાં પણ સંકટ વધુ ઘેરું બનેલું છે. આ ઉપરાંત, વિયેટનામનું હો ચી મિન્હ શહેર, અમેરિકાનું ન્યૂ ઓરલીન્સ, જાપાનનું ટોકિયોમાં પણ જોખમ છે. કહેવાય છે કે 2050 સુધીમાં ટોકિયોથી લઈને મુંબઈ અને ન્યૂ યોર્કથી લઈને લંડન, ઢાકા સહિત અન્ય શહેરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular