‘બ્રેન ડ્રેન’ કે ‘બ્રેન ગેન’ નહીં, ભારતીય જ્ઞાન પરંપરાએ આપી છે ‘હ્યુમેનિટી ચેન’

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

અનાદિ કાળથી, માણસ વ્યવસાય અને સુખી જીવનની શોધમાં એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં, એક દેશથી બીજા દેશમાં પ્રવાસ કરતો રહ્યો છે. માણસની મૂળભૂત જરૂરિયાતોએ તેને સ્થળાંતર તરફ આકર્ષિત કર્યો, પરંતુ સ્થળાંતરનાં કારણો દરેક વ્યક્તિ માટે સમાન નહોતાં. સ્થળાંતર એ અનાદિ કાળથી માનવ સ્વભાવનો એક હિસ્સો રહ્યો છે. સ્થળાંતર કરનાર વ્યક્તિની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને વય પૃષ્ઠભૂમિ અલગ હોય છે. પ્રાચીન સમયમાં ઋષિ, સંન્યાસી, સાધકો જ્ઞાન મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. એ જ રીતે કમાવાની લાલસાએ વેપારીઓને સાત સમંદર પાર ખેંચીને લઈ ગયા. સ્થળાંતરની પ્રક્રિયાની શરૂઆતમાં ધર્મપ્રચારકો અને યાત્રાળુઓએ વિશેષ યોગદાન આપ્યું છે. બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓ અને પ્રચારકોએ હજારો માઇલ દૂર જઈને તેમના ધર્મનો ફેલાવો કર્યો અને આજે પણ ચાલુ છે. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતીયો રોજગારની શોધમાં યુરોપિયન દેશો, અમેરિકા ખંડ, થાઈલેન્ડ, ન્યુ ઝીલેન્ડ અને બર્મા વગેરે દેશોમાં ગયા.
ઈતિહાસકાર ડો. બાલમુકુંદે પાંડેએ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ભારતીય પ્રભાવશાળી લોકોએ સાંસ્કૃતિક અને આર્થિકરૂપમાં ભારતને જોડવા અને વિશ્ર્વને સભ્ય બનાવવાની દૃષ્ટિએ વિશ્ર્વમાં પ્રવાસી તરીકે ગયા. ભારતમાંથી ભાષા, ભાવ અને સંસ્કૃતિને લઈને ગયા અને ભારતીય જ્ઞાન પરંપરાથી સમગ્ર વિશ્ર્વને જોડી રાખ્યું. આ ભારતીય લોકો જ્યાં ગયા ત્યાંની રાજનીતિ, અર્થનીતિમાં નવી ઊંચાઈ સાથે નવી ભૂમિકા ભજવી રહ્યા છે. આપણી સમસ્યા એ છે કે ભારતમાંથી જે શબ્દ બહાર ગયા, બહારથી જે શબ્દ ભારતમાં આવે તેને વાંચીએ છીએ.
વિશ્ર્વમાં ભારતીયો
યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પોપ્યુલેશન દ્વારા ‘ધ ઈન્ટરનેશનલ માઈગ્રન્ટ સ્ટોક ૨૦૧૯’ નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વિશ્ર્વના તમામ દેશો સાથે સંબંધિત લિંગ, ઉંમર અને મૂળના આધારે ડેટા રજૂ કરવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્ર્વમાં માઇગ્રન્ટ્સની કુલ સંખ્યામાંથી માત્ર એકતૃતીયાંશ લોકો ૧૦ દેશોના છે. ૨૦૧૯ના આંકડા અનુસાર ૧.૭૫ કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. આ રીતે, સ્થળાંતર કરનારાઓની સંખ્યાના સંદર્ભમાં ભારત પ્રથમ નંબર પર છે. મેક્સિકો બીજા (૧.૧૮ મિલિયન), ચીન ત્રીજા (૧.૦૭ મિલિયન), રશિયા ચોથા (૧.૦૫ મિલિયન), સિરિયા પાંચમા (૮૨ મિલિયન), બંગલાદેશ છઠ્ઠા (૭૮ મિલિયન), પાકિસ્તાન સાતમા (૬૩ મિલિયન), યુક્રેન આઠમા (૫૯ મિલિયન), ફિલિપાઇન્સ ૯મા (૫.૪ મિલિયન) અને અફઘાનિસ્તાન ૧૦મા (૫૧ મિલિયન) ક્રમે છે.
બ્રેન ડ્રેન: દર વર્ષે હજારો ભારતીય યુવાનો ઉચ્ચ શિક્ષણ, સુખ-સુવિધા માટે વિદેશ જાય છે. તેમાંના ઘણા ત્યાં રહે અને કામ કરવાનું શરૂ કરે છે તેને બ્રેન ડ્રેન કહેવાય છે.
બ્રેન ગેન: ઉચ્ચ શિક્ષિત અને પ્રશિક્ષિત યુવાનો ઘરે પાછા ફરે છે અને નોકરી કે વ્યવસાય કરે છે, જે દેશના વિકાસમાં મદદ કરે છે. તેને બ્રેન ગેન કહેવાય છે. સત્ય એ છે કે ભારતીય યુવાનોના વિદેશમાં સ્થળાંતરને કારણે દેશને લાભ કરતાં વધુ નુકસાન થયું છે.
દેશમાં બ્રેન ગેન અને બ્રેન રિવર્સલ થવાનાં મુખ્ય ત્રણ કારણો છે. પ્રથમ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ તકો, બીજું, વિદેશમાં વસતા ભારતીયો આ તકોનો લાભ લે અને ત્રીજું, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભિલાષા, તે મેળવવાની ઈચ્છા માટે તૈયાર રહેવું.
બ્રેન ડ્રેનથી ભારતને ફાયદો
વિશ્ર્વભરમાં વસતા વિદેશી ભારતીય સમુદાય પાસેથી ભારતને લગભગ ૭૦ બિલિયન રેમિટન્સ મળે છે. રેમિટન્સની પ્રાપ્તિની દૃષ્ટિએ ભારત વિશ્ર્વમાં પ્રથમ ક્રમે છે. આ રેમિટન્સ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના લગભગ ૩.૫% છે. પાછલા કેટલાક દાયકાઓમાં, ભારતીય ડાયસ્પોરાએ સમગ્ર વિશ્ર્વમાં સફળતાનો દોર વધાર્યો છે. તેનાથી સમગ્ર વિશ્ર્વમાં ભારતની છબી મજબૂત થઈ છે. ઘણાNRI સ્વદેશ પાછા ફર્યા છે અને ઘરેલુ સ્ટાર્ટ-અપ, સંશોધન અને વિકાસ સંબંધિત કાર્યોમાં મદદ કરી રહ્યા છે.
બ્રેન ડ્રેન સંબંધિત ચિંતાઓ
ભારતમાંથી કુશળ અને પ્રશિક્ષિત લોકો વિદેશમાં સ્થળાંતર કરે છે, જે ભારતમાં ઉચ્ચ સ્તરની પ્રતિભાની અછત તરફ દોરી જાય છે. ભારતમાંથી ડોક્ટરો મોટા પ્રમાણમાં વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે, જ્યારે ભારતમાં ડોક્ટરોની સંખ્યા અને વસ્તીનો ગુણોત્તર ઘણો ઓછો છે. ખાસ કરીને ભારતનાં ગામડાંઓ ડોક્ટરોની અછતથી પીડાઈ રહ્યાં છે, જેના કારણે ભારતની આરોગ્ય સેવાઓ અપેક્ષા મુજબ સુધરી રહી નથી. બાયો-ટેક્નોલોજી અને બાયો-એન્જિનિયરિંગમાં તાલીમ પામેલા મોટા ભાગના વ્યાવસાયિકો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદેશ જાય છે, જેના કારણે ભારતીય પ્રયોગશાળાઓ અને સંશોધન કેન્દ્રો સારી ગુણવત્તાવાળા સંશોધકો મેળવી શકતા નથી. ઉદ્યોગ, વ્યવસાય, સાઇબર સિક્યોરિટી તેમ જ અન્ય ક્ષેત્રે પણ ચિંતાના વિષયો છે.
હ્યુમેનિટી ચેન માટે ભારત સરકારના પ્રયાસો
પ્રવાસી ભારતીય દિવસનો ઉપયોગ વિદેશી ભારતીયોમાં વિકાસ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે થાય છે, જેથી તેઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. યુવા પ્રવાસી દિવસ દ્વારા ભારત સરકાર પ્રવાસીઓની યુવા પેઢી સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે.PIO અને OCI કાર્ડને મર્જ કરવામાં આવ્યાં જેથી કરીને NRIs અને ભારતીય મૂળના લોકોની ભારતની અવરજવરમાં અવરોધ ન આવે. પ્રવાસી ભારતીય કેન્દ્રની સ્થાપના નવી દિલ્હીમાં કરવામાં આવી છે. ભારતમાં આવતા વિદેશી ભારતીયો આ કેન્દ્રમાં રહી શકે છે.
વજ્ર યોજના (વજ્ર : વિઝિટિંગ એડવાન્સ્ડ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી સ્કીમ) દ્વારા દેશમાં વિજ્ઞાન-ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં વિદેશી ભારતીયોના યોગદાનને લેવામાં આવશે. આ યોજના વિદેશી વૈજ્ઞાનિકો આર એન્ડ ડી પ્રોફેશનલ્સ વગેરે માટે છે.
ઊંક્ષજ્ઞૂ ઈંક્ષમશફ ઙજ્ઞિલફિળ અભિયાનનો હેતુ ૧૮થી ૩૦ વર્ષના યુવાનોને ભારતીય સંસ્કૃતિ, ફિલસૂફી, ઈતિહાસ વગેરેથી પરિચિત કરવા માટે ભારતની મુલાકાત લેવાની તક આપવાનો છે.
આ તમામ પ્રયાસ કરવા પાછળનો ઉદ્દેશ્ય ભારતનો વિકાસ અને તેના વિકાસ દ્વારા વિશ્ર્વ માનવ સમાજનું કલ્યાણ કરવાનો હોય તેવું જણાઈ રહ્યું છે.
ગછઈંત પાસે ભારતીયોની અપેક્ષા
વિશ્ર્વમાં વસતા ભારતીયોએ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવો જોઈએ. ડાયસ્પોરાના સહકારથી દિવાળી જેવો તહેવાર વિશ્ર્વભરમાં નાતાલની જેમ ઊજવવામાં આવે. વિદેશી ભારતીયોની વિવિધ સંસ્થાઓ પણ આવી પહેલ કરી શકે છે. જોકે હજુ પણ ઘણા દેશોમાં વિદેશી ભારતીયો હોળી, દિવાળી, નવરાત્રીની સાથે અન્ય ઘણા તહેવારોની ઉજવણી કરે છે, પરંતુ સામાન્ય રીતે અન્ય લોકો એટલે કે બિનભારતીય લોકોની ભાગીદારી ઓછી છે. આ સાથે ‘વસુધૈવ કુટુંબકમ’ની પરિકલ્પનાને ફરીથી પરિચય કરાવવાનું કામ પણ કરી શકાય. યોગ, આયુર્વેદ, જ્યોતિષ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય જેવા પ્રાચીન ભારતીય જ્ઞાનનો પ્રચાર-પ્રસાર પણ ગછઈં દ્વારા સરળતાથી થઈ શકે. આમ ભારત સરકાર અને વિદેશી ભારતીયો વચ્ચે પરસ્પર સંકલન અને વિશ્ર્વાસથી બંનેને ફાયદો થશે. તેઓએ તેમના મૂળ વતન ભારત સાથે જોડાવું જોઈએ. ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના અનુભવોનો લાભ આપવો જોઈએ.

1 thought on “‘બ્રેન ડ્રેન’ કે ‘બ્રેન ગેન’ નહીં, ભારતીય જ્ઞાન પરંપરાએ આપી છે ‘હ્યુમેનિટી ચેન’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.