બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ પણ પ્રકારના પરિચયની જરૂર નથી અને આ નામચીન પરિવારની બહુરાની છે રૂપ-રૂપના અંબાર સમી વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય-બચ્ચન. અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતાં પહેલાં એશબેબીનું નામ અનેક એક્ટર્સ સાથે જોડાઈ ચૂકયું છે તો સામે પક્ષે એશ સાથે લગ્ન પહેલાં અભિષેકની કપૂર ખાનદાનની દીકરી કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી પરંતુ પછીથી કોઈક કારણસર આ સગાઈ તૂટી ગઈ હતી. પણ આજે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છે કે જો બોલીવૂડની એ એક્ટ્રેસે એક લિપલોક સીન નહીં કર્યો હોત તો બોલીવૂડની આ અભિનેત્રી બચ્ચન પરિવારની વહુ બની ગઈ હોત.
આ અભિનેત્રી સાથે અભિષેક રિલેશનશિપમાં હતો અને મહત્ત્વનું એટલે કે જયા બચ્ચનને પણ આ એક્ટ્રેસ ખૂબ જ પસંદ હતી પરંતુ ફિલ્મના એક લિપ લોક સીને આખી બાજી બગાડી નાખી. ચાલો, વધારે સસ્પેન્સ સસ્પેન્સ રમવા કરતાં આગળ વધીએ અને નામ આપી જ દઈએ કે આખરે કોણ હતી આ એક્ટ્રેસ.
અહીં અમે અભિનેત્રી રાની મુખર્જી વિશે વાત કરી રહ્યા છીએ, જે યશ ચોપરાની વહુ અને આદિત્ય ચોપરાની પત્ની છે. રાની મુખર્જી અને અભિષેક બચ્ચન રિલેશનશિપ બાબતે ખૂબ જ સિરિયસ હતા અને બંનેના પરિવારના લોકોએ પણ આ સંબંધને મંજૂરી આપી દીધી હતી.
પણ આખી બાજી બગાડી દીધી બ્લેક ફિલ્મના એક કિસિંગ સીને. એવું કહેવાય છે કે ફિલ્મ ‘બ્લેક’માં એક સીન હતો જેમાં રાની મુખર્જીએ અમિતાભ બચ્ચનને હોઠ પર કિસ કરવાની હતી. પરંતુ જયા બચ્ચનને એ જરાય પસંદ નહોતું કે રાની તેના ભાવિ સસરા સાથે સ્ક્રીન પર લિપ લોક સીન કરે, પરંતુ રાની આ સીન કરવા માંગતી હતી અને તેણે કર્યું. આ જ કારણ હતું કે અભિષેક બચ્ચન અને રાની મુખર્જીનું બ્રેકઅપ થઈ ગયું અને એક સરસ મજાની જોડીમાં ભંગાણ પડી ગયું…