રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકેય મત ગેરવલ્લે ન જાય તે માટે રાજકીય પાર્ટીઓની કવાયત

આમચી મુંબઈ

મુંબઈ: મહારાષ્ટ્રની વિવિધ રાજકીય પાર્ટીઓએ તેમના વિધાનસભ્યો અને સંસદસભ્યો દ્વારા સોમવારની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપવામાં આવેલા મતો ગેરલાયક ન ઠરે તે માટે વિશેષ કવાયત હાથ ધરી હતી.
ભાજપના નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)એ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષો તરફથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે.
મહારાષ્ટ્ર ભાજપે રવિવારે વિધાનસભ્યો અને સંસદસભ્યો માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવામાં આવે છે તેની કાર્યશાળા આયોજિત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે ૭૭ મતો અપાત્ર ઠર્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રના કેટલા હતા તે ખબર નથી, પરંતુ અમે આનું પુનરાવર્તન ટાળવા માગતા હોવાથી આ વખતે વધુ સાવધાની રાખવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.