ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીના પરિણામો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (2 માર્ચ) બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને તેમણે ત્રણેય રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે અમે નોર્થ ઈસ્ટ નહીં પણ નોર્થ ઈસ્ટનું દિલ જિતી લીધું હતું. એટલું જ નહીં તેમણે આ સંબંધોનમાં વિપક્ષો પર નિશાનો સાધતા ભાજપની જિતનો મંત્ર પણ સંભળાવ્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેટલાક ખાસ હિતેચ્છુઓ છે કે જેઓ બીજેપીની જીતનું રહસ્ય શું છે તે વિચારી-વિચારીને દુઃખી થઈ રહ્યા છે. હું મારા એ દરેક હિતેચ્છુઓને ભાજપની સફળતાનું રહસ્ય જણાવવા માંગુ છું. ભાજપની જીતનું રહસ્ય છે ત્રિવેણી… અર્થાત્ જ ત્રણ પ્રવાહોનો સંગમ. આ જિત માટે ભાજપ સરકાર, બીજું ભાજપ સરકારનું વર્ક કલ્ચર અને ત્રીજું કારણ એટલે ભાજપના કાર્યકરોની સેવાની ભાવના. આ ત્રણેય મળીને ભાજપની શક્તિમાં 1+1+1 એટલે કે 111 ગણો વધારો કરે છે.
વધુમાં પીએમ મોદીએ એવું પણ જણાવ્યું હતું કે એક તરફ લોકો મારી કબર ખોદવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ બીજેપીનો વિકાસ થઈ રહ્યો છે. કેટલાક લોકો ધર્માંધતા સાથે બેઈમાની પણ કરે છે. એ લોકો કહે છે કે મોદી મરે, દેશવાસીઓ કહી રહ્યા છે કે મોદી જૂગ જૂગ જીવે… ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે નાના પક્ષો પ્રત્યે પોતાની નફરત પ્રદર્શિત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે કે આ નાના રાજ્યો છે. આ અહીંના લોકોનું અપમાન છે. કોંગ્રેસની આ નફરત એક દિવસ તેમને લઈ ડૂબશે.
પીએમ મોદી દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એકવાર અહીં ચૂંટણી થઈ ગઈ હોત તો ચર્ચા જ ન થઈ હોત. 2014 પહેલાં, પૂર્વોત્તર બંધ અને આતંકવાદ માટે જાણીતું હતું, અગાઉની ડાબેરી સરકારનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું હતું કે અગાઉ ત્રિપુરામાં અન્ય કોઈ પક્ષના ધ્વજને મંજૂરી નહોતી. જો આવું થયું હોત તો રાજ્યમાં રક્તપાત થયો હોત.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની પળ છે.ચૂંટણી જીતવા કરતાં પણ અમે લોકોએ અહીં લોકોના દિલ જિતી લીધા છે એનો સંતોષ છે.
પીએમ મોદી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાંતિ માટે જાણીતું છે . અમે રસ્તાઓનું નેટવર્ક નાખ્યું. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. જમીન સરકી ગઈ પણ બુદ્ધિ આવી નહીં.
અમે લોકોએ નોર્થ ઈસ્ટ નહીં પણ નોર્થ ઈસ્ટનું દિલ જિતી લીધું છેઃ પીએમ મોદી
RELATED ARTICLES