Homeટોપ ન્યૂઝNorth east Election Result: મેઘાલયમાં TMC કિંગમેકર બની શકે છે, કોંગ્રેસને...

North east Election Result: મેઘાલયમાં TMC કિંગમેકર બની શકે છે, કોંગ્રેસને ભારે નુકસાન

મેઘાલય વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં ટ્રેન્ડમાં રસાકસીભરી સ્થિતિ જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત TMC 11 સીટો પર આગળ છે. કોંગ્રેસને અહીં મોટું નુકસાન થઈ રહ્યું છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને લગભગ 15 સીટોનું નુકસાન જોવા મળી રહ્યું છે. અહીં NPP સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી રહી છે, જે 23 સીટો પર સતત આગળ છે. રાજ્યમાં કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી ન મળવાની સ્થિતિમાં TMC કિંગમેકર સાબિત થઈ શકે છે.
મેઘાલય ચૂંટણી પરિણામમાં રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે. અહીં મુકુલ સંગમાના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ કિંગમેકર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. મેઘાલયની 59 સીટોનો ટ્રેન્ડ સામે આવ્યો છે. આમાં કોનરાડ સંગમાની NPP 23, TMC 11, BJP 10 અને કોંગ્રેસ 6, અન્ય 4 સીટો પર આગળ ચાલી રહી છે. વાસ્તવમાં મેઘાલયમાં અત્યાર સુધી કોઈ પક્ષને બહુમતી મળતી નથી. આવી સ્થિતિમાં ટીએમસી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
મેઘાલયના ટ્રેન્ડમાં એક્ઝિટ પોલના પરિણામોની ઝલક જોવા મળી રહી છે. અહીં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ દેખાઈ રહી છે. અહીં પહેલીવાર ભાજપ તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવા ઉતર્યું છે. મેઘાલયમાં ગત વખતે ભાજપ સંગમાની આગેવાની હેઠળની સરકારમાં ભાગીદાર હતી પરંતુ ચૂંટણી પહેલા ગઠબંધન તોડી નાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular