એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે. થોડા સમય પહેલા તેનું નામ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકડાયેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલું હતું ત્યારે તે વધુ એક વિવાદમાં સપડાઈ છે. હાલમાં જ નોરાએ કતરમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
#narendramodi #india #Hindustani #fifa #FIFAWorldCup2022 #NoraFatehi #Nora look at Nora smile when she looked at Indian flag..loge you for this gesture in Qatar. pic.twitter.com/X70OS0lwX2
— Ravi singh (@cpa_ravi) November 30, 2022
દરમિયાન નોરાએ હાથમાં ત્રિરંગો લઈને જય હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં આવું કરીને નોરાએ ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ ઉત્સાહમાં આવીને નોરાએ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.