નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેની એક ઝલક પામવા માટે લોકો ગાંડા-ગાંડા થઈ જાય છે. અરે એટલું જ નહીં પણ નોરાના કેટલાક ફેન્સ તો સોશિયલ મીડિયા પર તેની પોસ્ટની પણ એટલી જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. તો સામે પક્ષે એક્ટ્રેસ અને ડાન્સર નોરા પણ પોતાના ચાહકોને વધુ રાહ ન જોવડાવતા સોશિયલ મીડિયા પર ફોટોઝ શેયર કરતી રહે છે. હાલમાં જ નોરાએ પોતાના અમુક ફોટો શેયર કર્યા છે સોશિયલ મીડિયા પર જેમાં તે હંમેશની જેમ હોટ દેખાય છે. પણ આ ફોટોની ખાસ વાત એ છે કે નોરાએ આ આઉટફિટ્સની સાથે કાળા ચશ્મા પહેર્યા છે. નોરા ઓલ બ્લેક લૂકમાં કમાલની દેખાઈ રહી છે અને હંમેશની જેમ જ નોરાનો આ લૂક પણ સોશિયલ મીડ્યા પર ખૂબ જ ઝડપથી વારઈલ થઈ રહ્યો છે.
કમેન્ટ સેક્શનમાં ચાહકો તેની સુંદરતાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. કેટલાક લોકોએ તો ફાયરવાળા ઈમોજી, તો કેટલાક લોકોએ હાર્ટવાળા ઈમોજી પોસ્ટ કર્યા છે. ચાહકો નોરા હોટ એન્ડ ગોર્જિયસ, ગ્લેમરસ જેવા શબ્દોથી નવાજી રહ્યા છે.