મુંબઈઃ સોશિયલ મીડિયા પર વિના કોઈ ફિલ્મે ચર્ચામાં રહેનારી મોડલ કમ અભિનેત્રી નોરા ફતેહી શુક્રવારે સોશિયલ મીડિયા પર બ્લેક ટાન્સપરન્ટ ડ્રેસ પહેરીને આગ લાગવી દીધી હતી.
બ્લેક આઉટફિટમાં નોરા ફતેહીને એરપોર્ટ પર ફોટોગ્રાફરે જોઈ લીધી હતી અને તેના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા હતા. ડાન્સર કમ બોલીવૂડ સેલિબ્રિટી નોરા ફતેહી સ્ટાઈલીશ તો છે, પરંતુ તેની બોલ્ડ ડ્રેસિંગ સેન્સના દુનિયાભરમાં દિવાના છે. તાજેતરમાં એરપોર્ટ પર બ્લેક ટાઈટ ટાન્સપરન્ટ ડ્રેસમાં બોલ્ડ લાગતી નોરા ગણતરીના કલાકોમાં લાખો લોકોએ તેના બિંદાસ્ત વખાણ કર્યા હતા. નોરા ફતેહીએ ટાન્સપરન્ટ ટોપ સાથે મેચિંગ બ્લેક જીન્સ પહેર્યું હતું અને તેના બોલ્ડ લૂકને ફલોન્ટ કરતા તેના ચાહકો આફરીન પોકારી ગયા હતા.
એરપોર્ટ પરના વીડિયો જોરદાર વાઈરલ થયા હતા અને લોકોએ તેના ફોટોગ્રાફને વાઈરલ કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં જોવા મળેલા નોરા ફતેહીના ફોટોગ્રાફ પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લાખો લોકો તેને લાઈક કરી હતી. ચોથા, પાંચમા અને છઠ્ઠા ફોટોગ્રાફમાં નોરા ખૂદ લખે છે કે ‘યુ બેટર વર્ક, યુ બેટર વર્ક એન્ડ યુ બેટર વર્ક’ લખેલું છે, જ્યારે અન્ય ફોટોગ્રાફમાં ફક્ત બ્લેક ગોગલ્સ પહેરેલા છે અને એકદમ બ્યુટિફૂલ લૂકમાં જોવા મળે છે. કેનેડિયન એક્ટ્રેસની સાથે ડાન્સર તરીકે જાણીતી નોરા ફતેહીએ બોલીવૂડમાં હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જેમાં હિન્દી ફિલ્મ રોઅરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન્સથી જાણીતી બની હતી. આ ઉપરાંત, અનેક ફિલ્મમાં આઈટેમ સોન્ગ પણ કરી ચૂકી છે, જ્યારે છેલ્લે ગયા વર્ષે કતારમાં આયોજિત ફિફા વર્લ્ડકપના ઓપનિંગ સેરેમનીમાં પણ પર્ફોમ કર્યું હતું.