ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીએ તાજેતરમાં કહ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે તેની ગર્લફ્રેન્ડ બનવાની શરતે તેને એક મોટું ઘર અને વૈભવી લાઈફસ્ટાઈલનું વચન આપ્યું હતું. ત્યારે સુકેશ ચંદ્રશેખરે એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે તેણે નોરાને મોરોક્કોમાં ઘર ખરીદવા માટે પૈસા આપ્યા હતા. નોરા ફતેહીએ તાજેતરમાં સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડના છેતરપિંડીના કેસમાં તેની સંડોવણીના સંદર્ભમાં નવા નિવેદનો નોંધ્યા હતા. નોરા ઉપરાંત જેકલીન ફર્નાન્ડિસ પણ આ કેસમાં સામેલ છે.
સુકેશે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું કે, “ઘર આપવાની વાત તે(નોરા) આજે કરે છે, પરંતુ તેણે મોરોક્કોના કાસાબ્લાન્કામાં તેના પરિવાર માટે ઘર ખરીદવા માટે મારી પાસેથી પહેલેથી જ મોટી રકમ લીધી હતી. 9 મહિના પહેલા ED દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કાયદાથી બચવા માટે નવી વાર્તાઓ તેના દ્વારા ઘડવામાં આવી છે.’
સુકેશે એમ પણ કહ્યું, ‘નોરાનો દાવો છે કે તેને કાર જોઈતી ન હતી અથવા તેણે પોતાના માટે લીધી હતી. આ બહુ મોટું જૂઠ છે. ED પાસે તમામ ચેટ્સ અને સ્ક્રીનશોટ પણ છે. વાસ્તવમાં એ મારી પાછળ પડી ગઈ હતી હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ કાર સ્ટોકમાં ઉપલબ્ધ ન હોવાથી બીએમડબ્લ્યુની એસ સીરીઝ આપી.’
સુકેશે એમ પણ કહ્યું કે તે જેકલીન ફર્નાન્ડીઝ સાથે ‘સિરિયસ રીલેશન’માં હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે નોરા જેકલીનની ઈર્ષ્યા કરતી હતી.