નોરા ફતેહી પોતાના હોટ લૂકથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરવાની એક પણ તક છોડતી નથી અને તાજેતરમાં પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર મૂકીને ઈન્ટરનેટ પર ગરમી વધારી છે. તાજેતરમાં રજૂ કરેલી તસવીરોમાં નોરા ડીપનેક શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે હેર સ્ટાઈલને પણ તેમાં આગવો ટચ આપીને તેની ગ્લેમર અદાને ચાર ચાંદ લગાવી દીધા છે. સ્ટાઈલીશ હેરસ્ટાઈલની સાથે નોરા ફતેહી હાર્ટ શેપ્ડ આઈગ્લાસીસ પહેર્યા છે, જેનાથી લાખો ચાહકોને તેને ઘાયલ કર્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોગ્રાફમાં નોરા કેમેરાની સામે પોતાની સેક્સી અને બોલ્ડ લૂકને ફ્લોન્ટ કરે છે, તેનાથી લાખો લોકોએ તેને લાઈક કરી છે, જ્યારે દિલ ખોલીને કમેન્ટ કરવાનું ચૂક્યા નથી. કમેન્ટમાં હજારો લોકોએ હાર્ટ આપ્યું છે, જ્યારે લોકો ઓસમ અને હોટ કહીને સંતોષ માન્યો હતો.
કેનેડિયન મોડલ, ડાન્સર કમ સિંગર તરીકે જાણીતી બનેલી નોર ફતેહીએ હિન્દી જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ અને મલિયાલમ વગેરે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મોની તુલનામાં આજ કાલ નોરા ફતેહી તેના વ્યક્તિગત ફોટોગ્રાફ અને વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હિન્દી ફિલ્મ રોઅરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબનથી શરુઆત કર્યા પછી વિક્રમ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી મિસ્ટર એક્સમાં કામ કર્યું હતું ત્યારબાદ ઢગલો ફિલ્મોમાં આઈટેમ સોંગમાં અપિરિયન્સ કર્યું છે, જ્યારે ગયા વર્ષે થેન્ક ગોડ અને એક્શન હીરો વગેરેમાં પણ સ્પેશિયલ અપિરિયન્સ આપ્યું હતું, પરંતુ તેના ગ્લેમર અંદાજને લઈને સોશિયલ મીડિયામાં વધારે નામ કમાવ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.