આજની બર્થડે ગર્લ કોઈ પણ પ્રકારના પરિચયની મોહતાજ નથી.. ખૂબ જ ટૂંક સમયમાં તેણે બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને સાબિત કરી દીધું છે આઉટ સાઈડર લોકો પણ ટેલેન્ટ અને મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા શકે છે. પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ માત્ર પાંચ હજાર રૂપિયા લઇને તે ભારત આવી ગઈ અને અહીં નામ અને દામ બંને કમાવ્યા. તમે તમારા મગજમાં ઘોડા વધુ દોડાવો એ પહેલાં જ તમને કોણ છે આજની બર્થડે ગર્લનું નામ જણાવી દઈએ… નોરા ફતેહી… નોરા અવારનવાર ઇન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલના દિવસોનો ઉલ્લેખ કરી ચૂકી છે પણ તેનો સાચો સંઘર્ષ તો તેના પરિવાર સામે હતો, કારણ કે તેનો પરિવાર નહોતો ઈચ્છતો કે નોરા એક્ટ્રેસ કે ડાન્સર બને. પરંતુ નોરાએ તો બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તેણે શું બનવું છે. નોરા આજે કેટલી સારી ડાન્સર છે એ તો આપણે બધા જ જાણીએ છીએ પણ આ સારી અને શ્રેષ્ઠ ડાન્સરે બાળપણમાં ડાન્સને કારણે ખૂબ જ માર અને વઢ ખાધી છે. આ જ કારણસર નોરાએ પરિવારથી છૂપીને ડાન્સ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી પણ તેમ છતાં ઘરે માતા પિતાને જ્યારે એની જાણ થતી તો નોરાને માર પડતી હતી. આટલી મુશ્કેલી છતાં નોરાએ ડાન્સ કરવાનું નહીં છોડ્યું. નોરાના માતા પિતાને જરાય પસંદ નહોતું કે નોરા ગલમરની દુનિયા કદમ મૂકે પણ નોરા જીદ કરીને ઘરેથી પાંચ હજાર રૂપિયા લઇને ભારત આવી ગઈ. તેને વિશ્વાસ હતો કે ભારતમાં તેને કામ અને નામ બંને મળશે. ભારત આવ્યા બાદ નોરાનો સાચો સંઘર્ષ શરૂ થયો. પણ હિંમત હાર્યા વિના નોરાએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા અને ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરથી તેને ફેમ મળી. આ ફેમ પછી નોરાએ આજ સુધી પાછું વળીને જોયું નથી.
નોરા તેની લકઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી કરોડોની સંપત્તિ હોવાનું કહેવાય છે. તેની પાસે 39 કરોડની સંપત્તિ છે. જેમાં તેનું કરોડોની કિંમતનું ઘર, એક લક્ઝુરિયસ વેનિટી વેન તેમજ લક્ઝરી કારનો કાફલાનો સમાવેશ થાય છે. નોરા ફતેહી પાસે એક લક્ઝુરિયસ વેનિટી વેન છે. જેની કિંમત અંદાજે 5 કરોડ છે. અભિનેત્રીની આ વેનિટી વેન ખૂબ જ જોરદાર છે. અભિનેત્રીની આ વેનિટી વેન તેનું બીજું ઘર માનવામાં આવે છે. નોરા ફતેહી ઘણી વખત તેના વીડિયોમાં તેની વેનિટી વેનની ઝલક જોવા મળે છે. આ સાથે નોરા ફતેહી તેની લાઈફસ્ટાઈલ માટે પણ ઘણી હેડલાઈન્સમાં રહે છે અને તેની ફેશન સેન્સ પણ અદભૂત છે. જેમાં તેની હેન્ડબેગ પણ આવે છે. અભિનેત્રી પાસે લગભગ 7 લાખની કિંમતની ખૂબ જ મોંઘી હર્મિસ બર્કિન હેન્ડબેગ છે.