મુંબઈઃ એક્ટિંગ-મોડલિંગથી લઈને ડાન્સિંગ સુધી નોરા ફતેહી દરેક બાબતમાં માહેર છે. એના સિવાય નોરા પોતાની બોલ્ડ અદાનો જાદુ ચલાવીને લોકોનું દિલ જીતી રહી છે ત્યારે તાજેતરમાં તેણે પોસ્ટ કરેલા ફોટોગ્રાફથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર નોરાએ રિવીલિંગ ડ્રેસમાં મોહક તસવીરો રજૂ કરીને લોકોનું દિલ જીતી લીધું છે. અનેક લોકોએ તો નોરાની ઝલક દેખ્યા પછી તેનું ગીત હાય ગરમી યાદ આવી ગયું છે.
ગ્લેમરસ લાગતી નોરાએ પોતાના ફોટોગ્રાફ સાથે કેપ્શનમાં લખ્યું છે આ લૂક અને ગીત એમ બંને આઈકોનિક છે. નોરાએ આ આઉટફીટ અગાઉ એક સોન્ગમાં પહેર્યું હતું. નોરા ફતેહીએ તેના બોલ્ડ ફોટો મૂકીને લોકોના હોશ ઉડાવી દીધા છે, જેમાં ગણતરીના કલાકોમાં લાખો લોકોએ તેના અંદાજને પસંદ કર્યો છે. નોરાના આઉટફીટમાં અમુક જગ્યાએ કટ્સ લાગ્યા છે, જ્યારે અમુક જગ્યાએ નેટ છે. રિવીલિંગ ડ્રેસમાં નોરાના કોન્ફિડન્સ પણ લોકોને પસંદ પડ્યો છે.