LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારોઃ આજથી રાંધણગેસ મોંઘો થશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતની મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા આજે બિન-સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, સબસિડી વિનાના 14.2 કિગ્રાના LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં રૂ.1,053 છે, કોલકાતામાં રૂ. 1079, મુંબઈમાં રૂ. 1052.50 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 છે. ભાવમાં વધારો આજથી અમલી બનશે.
5 કિગ્રાના LPG સિલિન્ડરની કિંમતમાં પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
VAT અને જેતે પ્રદેશના પરિવહન ખર્ચના આધારે એલપીજી સિલિન્ડરની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. તેની ગણતરી કાચા તેલની કિંમતોના આધારે પણ કરવામાં આવે છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવને અનુરૂપ રિટેલર્સ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ બુધવારે એક મહિનાથી વધુ સમય સુધી યથાવત રહ્યા હતા. સામાન્ય માણસને રાહત આપવા માટે નિર્મલા સીતારામને ઓટો ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કર્યા બાદ એલપીજીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.