ગણેશોત્સવ દરમિયાન Mumbaiમાં વધ્યું Noise Pollution, આ વિસ્તારોમાં સૌથી વધુ ઘોંઘાટ થયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે મહોત્સવોની ઉજવણી થઇ ન શકી હોવાથી બે વર્ષ બાદ ગણપતિવિસર્જનની દરમિયાન અવાજનો સ્તર નવી ઊંચાઈને સ્પર્શી રહ્યો હતો, એવું એક બિનસરકારી સંસ્થા (એનજીઓ)એ જણાવ્યું હતું. એનજીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર સરઘસો દરમિયાન વપરાશમાં લેવામાં આવતા ડ્રમ્સ અને બેન્જોના સંયોજનને કારણે દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવના બાબુલનાથ વિસ્તારમાં ૧૧૫.૬ ડેસિબલ અને બાંદ્રામાં ૧૧૨.૧ ડેસિબલના અવાજની નોંધ થઇ હતી.

ડ્રમ્સ, અન્ય વાજિંત્રો અને લાઉડસ્પીકરને કારણે અવાજની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોવાનું દેખાયું હતું, એવું એનજીઓએ જણાવ્યું હતું. કોવિડ-૧૯ રોગચાળાને કારણે બે વર્ષના આરામ બાદ ફરી પાછી ઉજવણીનો માહોલ જામ્યો છે, ત્યારે ધ્વનિપ્રદૂષણમાં ખાસ્સો વધારો થયો હતો.

બેન્જો અને ડ્રમ્સને કારણે મોટી માત્રામાં ધ્વનિપ્રદૂષણ ફેલાયું હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. દરમિયાન સોમવારે સવારે છ વાગ્યા સુધી શહેરના વિવિધ દરિયાકિનારા અને કૃત્રિમ તળાવો પર ૩૧,૩૬૫ જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન થયું હતું અને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)

 

 

2 thoughts on “ગણેશોત્સવ દરમિયાન Mumbaiમાં વધ્યું Noise Pollution, આ વિસ્તારોમાં સૌથી વધુ ઘોંઘાટ થયો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.