ભ્રષ્ટાચારના ટ્વીન ટાવર જોરથી ધરાશાયી, ધુમાડાના ગોટેગોટા ફેલાયા

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

 નોઇડામાં સ્થિત ટ્વીન ટાવર આખરે આજે બપોરે બરાબર 2.30 કલાકે થોડીક સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયા. અંદાજ મુજબ 13 વર્ષમાં બનેલી આ ઈમારત લગભગ 9 થી 10 સેકન્ડના સમયમાં ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ ચારેબાજુ કાટમાળ અને ધુમાડાના ગોટેગોટા જ જોવા મળ્યા હતા. જ્યારે ટ્વીન ટાવર ધરાશયી કરવામાં આવ્યો ત્યારે અહીં હાજર લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. લોકોએ ધરતી ધ્રૂજતી પણ અનુભવી હતી. થોડી જ વારમાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારને ઘેરી વળ્યા હતા.

ટ્વીન ટાવર તોડી પાડવાના હોવાથી નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે બપોરે 2.15 થી 2.45 સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર લગભગ 560 પોલીસ કર્મચારીઓ, રિઝર્વ ફોર્સના 100 લોકો, 4 ક્વિક રિસ્પોન્સ ટીમ અને NDRF ટીમ તૈનાત કરવામાં આવી હતી. સુપરટેકના ટ્વીન ટાવર ધરાશાયી થયા બાદ ધૂળની ડમરીઓ આગામી ત્રણથી ચાર દિવસ સુધી લોકોને પરેશાન કરી શકે છે. તેનાથી બચવા માટે બાળકો અને વૃદ્ધોએ માસ્ક પહેરવાની જરૂર પડશે.
નોઈડામાં સુપરટેકના ટ્વિન ટાવર્સને ‘વોટરફોલ ઈમ્પ્લોઝન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 15 સેકન્ડથી ઓછા સમયમાં તોડી પાડવામાં આવ્યા હતા. આ માટે 3,700 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સ્થળની ઉપર એક નોટિકલ માઈલની અંદરનું એરસ્પેસ પણ થોડા સમય માટે ફ્લાઈટ્સ માટે બંધ કરવામાં આવ્યું હતું.

નોઈડામાં ટ્વીન ટાવર તોડી પાડવા પહેલા પંડિતને બોલાવીને હવન કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવર તોડી પાડવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દૂર-દૂરથી લોકો પરિવાર સાથે સેક્ટર-93 આવી પહોંચ્યા હતા. જોકે, આજુબાજુના રસ્તાઓ બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ભ્રષ્ટાચારની ઇમારત ગણાતા આ ટ્વીન ટાવરમાંથી એક 103 મીટર ઊંચો હતો અને બીજો ટાવર 97 મીટર ઊંચો હતો. આ બંને ટાવરને નીચે લાવવા માટે સોસાયટીમાં રહેતા લોકોએ લાંબી લડાઈ લડી હતી. પહેલા આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. બંને અદાલતોએ આ ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

આજે તોડી પાડવામાં આવેલા ટ્વીન ટાવરમાંથી બે સંદેશા જશે. એક તો એ કે કોઈ પણ સંબંધ છેતરપિંડીના પાયા પર ટકી શકતો નથી અને બીજો સંદેશો એ કે કાયદો બધા માટે છે.

“>

 

1 thought on “ભ્રષ્ટાચારના ટ્વીન ટાવર જોરથી ધરાશાયી, ધુમાડાના ગોટેગોટા ફેલાયા

  1. Now we have a precedence. Next on the list: the ‘Twin Towers’ by Mumbai’s airport . They place air travelers and nearby residents’ lives in jeopardy. Don’t crouch them under euphemisms like ‘pay an impact fee’ and get okay for this to stay. Can anyone really assess its impact as to what kind of disaster it could bring about? This is also a revdi that must be struck (or is should I say pulled) down. Pronto!!!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.