કોઇ મહિલા સાથે આવો અત્યાચાર ન થાય

આમચી મુંબઈ

મનસેના કાર્યકર્તાની મારપીટનો ભોગ બનનાર મહિલાનું હૃદયદ્રાવક નિવેદન

મુંબઈ: મનસેના ત્રણ કાર્યકર્તાઓએ કામાઠીપુરામાં એક મહિલાની મારપીટ કરી હતી. આ વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી.
આ મારપીટના ભોગ બનનાર મહિલા પ્રકાશ દેવીએ કહ્યું કે તેઓ મારી દુકાનની બહાર બેનર લગાવવા માગતા હતા. મેં ના પાડી અને તેમને બીજે ક્યાંક લગાડવાનું કહ્યું તો તેમણે મારી મારપીટ કરી હતી.
મહિલાએ કામાઠીપુરામાં તેની દુકાનની સામે બેનર માટે થાંભલો લગાવવા સામે તેણે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવો જુલમ કોઇ મહિલા પર ગુજારાય નહીં.
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ગુરુવારે મહારાષ્ટ્રમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર, ધક્કો મારતા અને હુમલો કરતા વાયરલ વીડિયો મે જોયો છે. તેમણે મનસેના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તે તદ્દન અસ્વીકાર્ય અને શરમજનક વર્તન છે. તે મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. મનસેના નેતાને મહારાષ્ટ્રની તમામ મહિલાઓની જાહેરમાં માફી માંગવી જોઈએ. હું મનસેના વડા રાજ ઠાકરેને વિનંતી કરુ છું કે તેઓ તેમને પાર્ટીના તમામ પદો પરથી સસ્પેન્ડ કરે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.