મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં નિરંતર રેલવે ટ્રેક, સિગ્નલિંગ સહિત અન્ય યંત્રણાના મરમ્મતનું કામકાજ ચાલુ છે, પરંતુ આ બધા કામકાજને કારણે ટ્રેનસેવા પર અસર પડી રહી છે અને પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. પરંતુ આજથી પશ્ચિમ રેલવેમાં અંધેરીના નવ નંબરના પ્લેટફોર્મથી કોઈ ટ્રેનની અવરજવર થશે નહીં, એમ અહેવાલમાં જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે અંધેરી પ્લેટફોર્મ નવ નંબર પંદર દિવસ માટે વિશેષ બ્લોક રહેશે, જે દરમિયાન ટ્રેક એલાઈમેન્ટનું કામકાજ હાથ ધરવામાં આવશે અને તેનાથી અમુક ટ્રેનસેવા પ્રભાવિત થઈ શકે છે, એમ રેલવેએ જણાવ્યું હતું.
પંદર દિવસ માટે હંગામી ધોરણે અમુક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં દહાણુ રોડથી સવારના 6.05 વાગ્યાની દહાણુ રોડ-અંધેરી લોકલ ટ્રેનને ચર્ચગેટ સુધી વિસ્તાર કરવામાં આવશે. આ ઉપરાંત,ભાયંદરથી સાંજના 4.45 વાગ્યાની ભાયંદર-અંધેરી લોકલ ટ્રેનને ચર્ચગેટ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે.
બ્લોક દરમિયાન અંધેરી સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક નવ પરતી કોઈ પણ ટ્રેન ઓપરેટ કરવામાં આવશે નહીં, જ્યારે પ્લેટફોર્મ નંબર નવથી પર ઉપડનારી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર આઠ પરથી દોડાવવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.