BCCIએ રોહિત શર્મા પાસેથી ટેસ્ટ અને વનડેની કેપ્ટનશીપ છીનવી લેવાની અટકળોને ફગાવી દીધી છે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમનો કેપ્ટન રહેશે. તેની કેપ્ટનશિપમાં કોઈ ખામી નહોતી. ટેસ્ટ અને વનડેમાં તેનો કેપ્ટનશિપનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવશાળી છે.
મુંબઈમાં આયોજિત સમીક્ષા બેઠક દરમિયાન બીસીસીઆઈના અધિકારીઓને ટેસ્ટ અને વનડેમાં રોહિત શર્માના નેતૃત્વ વિશે કંઈપણ અસંતોષકારક લાગ્યું ન હતું. BCCIના સચિવ જય શાહ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં સુકાની રોહિત, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, એનસીએના ડિરેક્ટર વી વી એસ લક્ષ્મણ તેમજ પૂર્વ ચેરમેન ચેતન શર્માએ પણ હાજરી આપી હતી. 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ODI વર્લ્ડ કપ પર ફોકસ હોવાથી, નવા T20 કેપ્ટન હાર્દિક પંડ્યા મીટિંગનો ભાગ નહોતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટમાં લાંબા ગાળાના આધારે અલગ-અલગ ફોર્મેટ માટે ભાગ્યે જ અલગ-અલગ કેપ્ટન હોય છે. હવે આ વલણ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના છે. BCCI અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનશિપ માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. હાર્દિક પંડ્યા કથિત રીતે 2024 T20 વર્લ્ડ કપ પહેલા T20I ટીમના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે અને રોહિત શર્મા ટેસ્ટ અને વનડે ટીમોની કેપ્ટનશીપ જાળવી રાખશે.
Rohit Sharmaની કેપ્ટનશીપ પર લેવાયો અંતિમ નિર્ણય
RELATED ARTICLES