મુંબઈ પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: DCPની મંજૂરી વગર નહીં નોંધાય POCSO હેઠળ કેસ, આ છે કારણ

આમચી મુંબઈ

મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક મોટો નિર્ણય કરતા કહ્યું છે કે હવેથી POCSO કે મોલેસ્ટેશનના કેસને નોંધતા પહેલા DCP લેવલના અધિકારીની મંજૂરી લેવી પડશે. કમિશ્નર સંજય પાંડેએ તાજેતરમાં જ આદેશ જાહેર કરતા કહ્યું છે કે એવું જોવા મળે છે કે જૂના વિવાદને કારણે, પ્રોપર્ટીના વિવાદને કારણે અથવા કોઇ આપસી અદાવતને કારણે પોલીસ સ્ટેશનમાં પોક્સો અથવા મોલેસ્ટેશનની ફરિયાદ નોંધાવવામાં આવે છે.

એવામાં આગળ જઇને ઘણીવાર આરોપી નિર્દોષ જોવા મળતા હોય છે, પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઇ ચૂક્યુ હોય છે. આરોપીની ખૂબ બદનામી થઇ જાય છે. આ જ કારમે કમિશ્નર સંજય પાંડેએ આદેશ જાહેર કરીને કહ્યું છે કે આગળથી જે પણ આ પ્રકારની ફરિયાદ આવશે તે પહેલા ACP જોશે અને પછી ફાઇનલ આદેશ DCP આપશે. એ પછી કેસ નોંધવામાં આવશે. POCSOના થઇ રહેલા દુરુપયોગને કારણે મુંબઈ પોલીસ કિમશ્નર સંજય પાંડેએ આ નિર્ણય લીધો છે. કેટલાક લોકો આનો ખોટો ઉપયોગ નિર્દોષને ફસાવવા માટે કરે છે, જેને કારણે તેમના જીવન પર ખરાબ અસર પડે છે અને તેમની ખૂબ બદનામી પણ થાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.