Mumbaikars માટે Good News! CM એકનાથ શિંદેએ મુંબઈગરાને રાહત આપે એવો લીધો નિર્ણય

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આગામી મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી હતી કે મુંબઈમાં એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. કોરોનાના રોગચાળા દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ નહીં વધારવાનો નિર્ણય લીધો હતો.

હવે કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે તે ધ્યાનમાં રાખીને પાલિકાએ આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કેટલાક ધારાસભ્યોની માંગણીને પર ધ્યાન આપીને આ વધારો એક વર્ષ માટે અટકાવી દીધો છે. પાલિકાના અધિકારીઓ સાથે વાત કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિંદેએ જણાવ્યું છે.

નોંધનીય છે કે મુંબઈમાં 500 ચોરસ ફૂટથી ઓછા ક્ષેત્રફળના ઘર અને ફ્લેટ પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે. પાલિકા 500 ચોરસ ફૂટથી વધારે ક્ષેત્રફળ ધરાવતા ફ્લેટ પર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાની હતી પરંતુ હવે તેને અટકાવી દેવામાં આવ્યો છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.