Mumbai: ભારતીય મહિલા ક્રિકેટર્સની ફેન ફોલોઈંગ ભારતની સાથે દુનિયાભરમાં છે. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાનો પણ એક ચાહક શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ ફેન સ્ટેડિયમમાં એક પોસ્ટર લઈને પહોંચ્યો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, પેટ્રોલ નથી તો પણ સ્મૃતિ મંધાનાને જોવા આવ્યા.
નોંધનીય છે કે શ્રીલંકામાં આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ઈંધણ અને ઈલેક્ટ્રિસિટી સાથે બ્રેડ અને દૂધની પણ અછત વર્તાઈ રહી છે ત્યારે આવી સ્થિતિમાં પણ ભારતીય સ્ટાર પ્લેયરને રમતી જોવા શ્રીલંકન નાગરિક મુશ્કેલીઓનો સામનો કરીને સ્ટેડિયમ પહોંચ્યો હતો.
Smriti Mandhana fan at Dambulla. pic.twitter.com/UQN0VoR7yD
— Johns. (@CricCrazyJohns) June 25, 2022
નોંધનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકા ટૂર પર છે. બંને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. ત્યારબાદ આ જ બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે સિરીઝ પણ રમાશે. 25 જુનના રોજ રમાઈ રહેલી મેચ દરમિયાન સ્મૃતિ મંધાનાનો ફેન સ્ટેડિયમમાં આવી પહોંચ્યો હતો અને તેની તસવીર સોશિયલ મીડિયા પર આગની ઝડપે વાયરલ થઈ રહી છે.