શિવસેના પાસેથી કોઇ ધનુષ-બાણ છીનવી શકે નહીં, કેટલાક લોકોના જવાથી પાર્ટી ખતમ થઇ જતી નથી: ઉદ્ધવ ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai:
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની બળવાખોરી બાદ ઠાકરે સરકાર પડી ગઇ છે, પણ શિવસેના અને પાર્ટીના ચિન્હને લઇને ખેંચતાણ હજુ ચાલુ જ છે. એવામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે શિવસેના પાસેથી કોઇપણ ધનુષ બાણ છીનવી શકે એમ નથી. અનેક લોકો પાર્ટી છોડીને જવાના હોવાની ખબરો છે, જે લોકો પાર્ટી છોડીને જઇ રહ્યા છે એ શિંદે જૂથના છે. શિવસેનાને સાધારણ લોકોએ બનાવી છે.
આ સાધારણ લોકો શિવસેના સાથે છે. જે લોકો પહેલા અમારી સાથે હતા તેઓ હવે મોટા થઇ ગયા છે. એટલે અમારાથી દૂર જઇ રહ્યા છે. એમણે કહ્યું હતું કે એમએલએ જઇ શકે છે, પણ પાર્ટીને કોઇ લઇ શકે નહીં. શિવસેના કોઇ વસ્તુ નથી કે તેને ચોરીને લઇ જઇ શકાય. જે 16 MLA મારી સાથે તેમની હું પ્રશંસા કરુ છું. શિવસેના મજબૂત છે. કેટલાક લોકોના જવાથી પાર્ટી ખતમ થઇ જતી નથી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના રૂપમાં એકનાથ શિંદેની નિમણૂકને પડકારતી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથની એક નવી અરજી પર 11મી જુલાઇએ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.