Homeટોપ ન્યૂઝNo Money For Terror: આતંકવાદનો ખાતમો થશે નહીં ત્યાં સુધી અમે શાંતિથી...

No Money For Terror: આતંકવાદનો ખાતમો થશે નહીં ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીંઃ વડા પ્રધાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાટનગરમાં નો મની ફોર ટેરર (No Money For Terror) આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આતંકવાદની ભયાનકતાની દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા જ ભારતે તેનો સામનો કર્યો હતો. જોકે, આતંકવાદે દાયકાઓથી ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે દેશે હજારો લોકોએ તેમના પ્રાણ ગુમાવવાની નોબત આવી હતી, એવું વડા પ્રધાને જણાવ્યું હતું.
અહીંની પરિષદને સંબોધતા વડા પ્રધાન કહ્યું હતું કે આ ભારતનું સૌભગ્ય છે કે આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ભારતમાં થયું છે. દાયકાઓથી આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે બહાદુરીપૂર્વક તેની સામે લડાઈ કરી હતી. જ્યાં સુધી આતંકવાદનો ખાતમો થશે નહીં ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. અહીં આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફડિંગની’ના વિષય આધારિત હતો.

આતંકવાદ ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર કરે છે, પછી તે પર્યટન હોય કે વેપાર. કોઈ પણ લોકો એવા વિસ્તારને પસંદ કરતા નથી, જ્યાં સતત આતંકવાદનું જોખમ હોય, તેનાથી લોકોની રોજીરોટી છીનવાય છે, તેથી આપણે આતંકવાદના મૂળ પર હુમલો કરીએ એ જરુરી છે. આપણો દેશ, જનતા નાગરિકો સુરક્ષિત રહે એવું ઈચ્છતા હોઈએ તો જ્યાં સુધી આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનું જરુરી છે. હકીકતમાં આપણે આતંકવાદીઓના ફંડિંગ પર ફટકો મારવો પડશે, એવું વડા પ્રધાને જણાવ્યું હતું.

આતંકવાદને કોઈ સરહદ-સીમા હોતી નથી. જો આપણે આતંકવાદને પરાસ્ત કરવો હશે તો એક થવું પડશે અને ઝીરો ટોલરન્સનો અભિગમ કેળવવો પડશે. વાસ્તવમાં આપણે આતંકવાદીઓની મદદ કરનારી સિસ્ટમનો સફાયો કરવો પડશે અને તે પણ તેમના ફંડિંગને રોકીને. જોકે, કેટલાક દેશો આર્થિક અને વૈચારિક મદદ આપીને પણ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આનું ધ્યાન રાખવું જોઈએ. પ્રોક્સી વોર પ્રત્યે કડક વલણ અપનાવવું જોઈએ. ઉપરાંત, વિશ્વને પણ આવા વલણથી સાવધ રહેવું જોઈએ, એવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. દરમિયાન એનએનઆઈ (રાષ્ટ્રીય તપાસ એજન્સી)ના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે છેલ્લા આઠ વષર્માં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular