રાજ્યસભાના સાંસદ અને સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હવે સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ આશા રહી નથી. જો તમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત મળશે તો તમે ખોટા છે. આ વાત હું સુપ્રીમ કોર્ટમાં 50 વર્ષ પૂરા કર્યા બાદ કહી રહ્યો છું.
કપિલ સિબ્બલે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં મારો પાંચ દાયકાનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને તેના આધાર પર હું કહું છું કે હવે મને આ કોર્ટ પાસેથી કોઈ આશા રહી નથી. લોકો સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા ચુકાદાઓ વિશે વાતો કરે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જે થાય છે, તેમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતા પર ચુકાદા આપ્યા છે, પરંતુ ઈડીના અધિકારીઓ જ્યારે તમારા ઘરે આવે છે ત્યારે એ ગોપનીયતા ક્યાં હોય છે?
સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાત રમખાણો અને 2009માં છત્તીસગઢમાં આદિવાસી નરસંહાર મામલે આપેલા ચુકાદાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી છે.

Google search engine