GST Latest Update: ધાર્મિક અને ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર જીએસટી નહીં લાગે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર જીએસટી નહીં લાગે એવું નાણા મંત્રાલયે જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા સંચાલિત ધર્મશાળાનું એક દિવસનું ભાડું 1,000 રૂપિયા છે. 18 જુલાઈ 2022ના દિવસે જીએસટી કાઉન્સિલે એક રૂમનું ભાડું 1,000 રૂપિયા સુધીનું હોય તેવી હોટલમાં 12 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ વિભાગ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે, ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી ધર્મશાળાઓમાં જીએસટી નહીં લાગે. એટલું જ નહીં આ ધર્મશાળાઓ ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીથી બહાર હશે તો પણ જીએસટી લાગુ થશે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.