દુષ્યંતકુમાર (૧૯૩૩-૧૯૭૫)
આજે આટલું જ -શોભિત દેસાઈ
લગભગ આ શેર, હિંદીનાં મોટા ગજાના કવિ અને સુર્યભાનુ ગુપ્ત સાથે અથવા પછી શુદ્ધ હિંદી ગઝલ આપનાર દુષ્યંતકુમાર દ્વારા ૧૯૭૦ થી ૧૯૭૩ સુધીમાં ભારતીયજનને ઉદ્દેશીને લખાયો ત્યારનો અદ્ભુત શેર હતો જ… પણ હમણાં મોદીસાહેબે લોકસભામાં કૉંગ્રેસને ઉદ્દેશીને દુષ્યંતકુમારના નામ સાથે સંભળાવ્યો ત્યારથી તો શેર ‘સવાશેર’ થઈ ગયો છે. એટલે આજે દુષ્યંતકુમારની વાત માંડવી છે તમારી ‘હંગાથે’… કવિ કૈલાસ પંડિતે મને એમનો સંગ્રહ ‘સાયેં મેં ધૂપ’ ૧૯૭૬માં આપ્યો હતો, એ પછીના ૪-૫ વરસ એ સંગ્રહ હું માથે મૂકીને નાચ્યો હતો એ ય યાદ આવે છે…
જરા આ ગઝલ તો જુઓ દુષ્યંતકુમારની…
યે સારા જિસ્મ ઝુક કર બોઝ સે દુહરા હુઆ હોગા
મૈં સજદે મેં નહીં થા, આપ કો ધોખા હુઆ હોગા.
યહાં તક આતે આતે સુખ જાતી હૈ કંઈ નદીયાં
મુઝે માલુમ હૈ પાની કહાં ઠહરા હુઆ હોગા
કંઈ ફાકે બિતાકર મર ગયા જો ઉસ કે બારે મેં
વો સબ કહતે હૈં ‘અબ ઐસા નહીં ઐસા હુઆ હોગા’
યહાં તો સિર્ફ ગુંગે ઔર બહરે લોગ બસતે હૈં
ખુદા જાને યહાં પર કીસ તરહ જલસા હુઆ હોગા.
ચલો! અબ યાદગારોં કી અંધેરી કોઠરી ખોલેં
કમ સે કમ એક વો ચેહરા તો પહચાના હુઆ હોગા.
હવે… પાછું એક વાર ઉપરનું સંવિધાન વાંચો. એ વર્ષોમાં એક નવી જ આબોહવા જન્માવનાર કવિનું વિહંગાવલોકન. દિલ્હી અને આમજનતા વચ્ચેનું મશતભજ્ઞક્ષક્ષયભિ-ંસરકારની ગરીબોપયોગી યોજનાઓના પૈસામાંથી માત્ર ૧૦ જ %નું ફભિીંફહ ગરીબો સુધી પહોંચવું – માન્યતા અને બદલાવની હઠને વળગીને જીવનારના શહીદ થઈ ગયા બાદ, એના અનુયાયીઓનું વેચાઈ જવું – ાતયીમજ્ઞ બૌદ્ધિકવાદ વચ્ચે અસલ કલાના ઉપાસકોનું રુંધાઈ જવું અને જિંદગીનાં પહેલવહેલા પ્રેમને સતત યાદ કર્યા કરવા વિષેના અદ્ભુત નિરીક્ષણ તમને ડૂમો ન લાવી દે તો જ નવાઈ…
ગઝલની માળખાગત વ્યાખ્યા તો છે સ્ત્રી સાથે વાતચીત, સ્ત્રીના લાવણ્યનું વર્ણન, સ્ત્રી વિષેના જ્ઞદયિ જ્ઞિળફક્ષશિંતશુયમ લહેકાની કવિતા, દુષ્યંતકુમારે આ કશામાં જ પડ્યા વગર નરી, નરવી, નકરી, આકરી ગઝલશૈલી સિદ્ધ કરી જે ત્યાર સુધી એક માત્ર કવિ ધૂમિલ (સંસદ સે સડક તક) ને બાદ કરતા બિલકુલ વણસ્પર્શાયેલી હતી. હિમ્મત જોઈએ… આવું કહેવામાં હિમ્મત તો જોઈએ જ…
કહાં તો તય થા ચરાગા હરેક ઘર કે લીયે
કહાં ચરાગ મયસ્સર (ઉપલબ્ધ) નહીં શહર કે લીયે
યહાં દરખ્તોં (વૃક્ષ) કે સાયે મેં ધૂપ લગતી હૈ,
ચલો યહાં સે ચલે ઔર ઉમ્રભર કે લીયે…
ન હો કમીઝ તો પાંવોં સે પેટ ઢક લેંગે
યે લોગ કીતને મુનાસિબ હૈં ઈસ સફર કે લીયે!
તેરા નિઝામ (પ્રબંધ) હૈ સિલે દે ઝુબાન શાયરકી
યે અહેતિયાત (સાવધાની) ઝરુરી હૈ ઈસ બહર (જળાશય) કે લીયે
જીયેં તો અપને બગીચે મેં ગુલમોહર કે તલે
મરેં તો ગૈર કી ગલીયોં મેં ગુલમોહર કે લીયે
ક્યાં ૧૯૪૭ની વાતો કે દરેક ઘરમાં વીજળી હશે અને ક્યાં ૧૯૭૪ કે શહેરના શહેર અંધારાના પાટનગર બની જાય, આઝાદીના આ વૃક્ષ નીચે તો તડકો લાગે છે, અહીં આવી તો ગયા… ભાગી છૂટીએ? – હિંદુસ્તાનને કેવા ‘લાયક’, ‘સહનશીલ’, ‘સાત્ત્વિક’ લોકો પ્રજા તરીકે મળ્યા છે! બચાડાને ખમીસ નથી તો પેટથી બદન ઢાંકીને સુઈ જાય છે. – શાયરની જબાનને સીવી નાખવાની તારી સાવધાનીનો પ્રબંધ ઉત્તમ છે- જીવ્યા તો ખુદના બગીચામાં ગુલમહોર નીચે અને મરવું છે અન્યની ગલીઓમાં ગુલમહોર માટે…
આજે આટલું જ…