ચીનમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાના અહેવાલ વચ્ચે પણ કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ચીનના ફલાઈટની અવરજવરમાં કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, એવી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી.
ચીનમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેથી ચીનમાંથી અવરજવર કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટને તાત્કાલિક બંધ કરવાની વિરોધ પક્ષના અનેક નેતા અને મેડિકલ નિષ્ણાતોએ સરકારને અપીલ કરી હતી.
આ મુદ્દે સરકારે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની ડાયરેક્ટ તો ફ્લાઈટ નથી, પરંતુ કનેક્ટિંગ ફ્લાઈટ છે. ભારતથી ચીન અને ચીનથી ભારતની કોઈ ડાયરેક્ટ તો ફલાઈટની સર્વિસ નથી, પરંતુ ચીનથી વાયા ભારત અવરજવર કરનારી ફ્લાઈટ પર કોઈ પ્રતિબંધ મૂકવાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી.
હાલના તબક્કે એટલું કહી શકાય કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન) એક અમલીકરણ મંત્રાલય છે, જ્યારે અંતિમ નિર્ણય તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર લેશે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.