નવી દિલ્હી: એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવાની હોય એવા કે નોર્મલ યુપીઆઈ પેમેન્ટ્સ પર કોઈ ચાર્જ લાગુ ન કરાયો હોવાનું નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીએ) એ બુધવારે જણાવ્યું હતું. કૉર્પોરેશને એક નિવેદનમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ફક્ત પ્રિ-પેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સને ઇન્ટરચેન્જ ચાર્જીસ લાગુ થતા હોય છે, ગ્રાહકોને ચાર્જીસ લાગુ કરાતા
નથી. એનસીપીઆઈએ ઇન્ટરઓપરેટેબલ યુપીઆઈ ઇકોસિસ્ટમના ભાગરૂપ પીપીઆઈ વૉલેટ્સને ચાર્જ કરવાની છૂટ આપી છે. એ જોગવાઈ પ્રમાણે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ના પીપીઆઈ દ્વારા ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમોના વ્યવહારો પર ૧.૧ ટકા ચાર્જ લાગુ કર્યો છે. યુપીઆઈની આ જોગવાઈ સાથે ગ્રાહકો તેમના નાણાકીય વ્યવહારો માટે યુપીઆઈ-એનેબલ્ડ ઍપ્સ પર કોઈપણ બૅન્ક એકાઉન્ટ, રૂપે ક્રેડિટ કાર્ડ અને પ્રિ-પેઇડ વૉલેટ્સમાંથી પસંદગી કરી શકશે. (એજન્સી)