નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ૫૨.૩ કરોડ ડૉલરના મૂલ્યના કાંદાની નિકાસ થઈ છે અને હાલ કાંદાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને માત્ર કાંદાના બિયાંરણની નિકાસ પ્રતિબંધિત હોવાનું વાણિજ્ય મંત્રાલયે ગત રવિવારે એક યાદીમાં જણાવ્યું હતુ. સરકારની આંકડાકીય માહિતી અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં મૂલ્યની દૃષ્ટિએ કાંદાની નિકાસ ૫૦ ટકા વધીને ૫.૨૧ કરોડ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાનની નિકાસ ૧૬.૩ ટકાની વૃદ્ધિ સાથે ૫૨.૩૮ કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. વધુમાં ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના લીડર સુપ્રિયા સુળેએ કાંદાની નિકાસ અંગે કરેલા નિવેદન સામે વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષગોયલે એક ટિવ્ટ કરીને જણાવ્યું હતું કે ભારતથી કોઈપણ દેશ ખાતે કાંદાની નિકાસ પ્રતિબંધિત નથી અને તેનાથી વિપરત સૂચવતા નિવેદનો એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ૫૨.૩ કરોડ ડૉલરના મૂલ્યના કાંદાની નિકાસ, નિકાસ પર પ્રતિબંધ નહીં: વાણિજ્ય મંત્રાલય
RELATED ARTICLES