બિહારમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે નીતિશ કુમારે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. જેડીયુ નેતા નીતિશ કુમારે રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણની મુલાકાત લીધી હતી અને રાજીનામું તેમને સોંપ્યું હતું. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને વિધાનસભ્યોની સંમતિથી અમે એનડીએનો સાથ છોડ્યો છે. ભાજપ સાથે કામ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.
નીતિશ કુમારે આજે પોતાની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી આ ઉપરાંત તેમણે મહાગઠબંધનની બેઠક પણ કરી હતી, જેમા આરજેડી પાર્ટીના વિધાનસભ્યો, વિધાન પરિષદના સભ્યો, રાજ્યસભા સાંસદોએ હાજરી આપી હતી. આરજેડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવ પણ રાજકારણમાં ઘટી રહેલી તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે અને આરજેડી નીતિશ કુમારને સમર્થન આપી શકે છે.

Google search engine