તિરંગા રેલી દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Kadi: છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા વકરી રહી છે. જેને લઈને નાગરિકોએ અનેક વાર સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકાર આ સમસ્યાનો નિવેડો લાવી શકી નથી. ત્યારે આજે કડીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને(Nitin Patel) રખડતી ગાયે અડફેટે લેતા તંત્ર દોડતું થઇ ગયું છે.

નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અન્ય નેતાઓ હાજર હતા. રેલી કરણપુર શાકમાર્કેટ પાસે પહોંચી ત્યારે અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી છે. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચતા નીતિન પટેલને વ્હીલચેર પર લઇ જવાયા

શહેરોમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તો ઘણાને ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો છે. સરકાર રખડતા ઢોરના નિયંત્રણ માટેનો કાયદો અમલમાં મૂકી શકી નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસથી કંટાળી ગયા છે. ત્યારે હવે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પર ગાયે હુમલો કરતા સરકાર યોગ્ય પગલા લેશે કે કેમ એ જોવું રહ્યું છે.

1 thought on “તિરંગા રેલી દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા

  1. Stray cattle has been dispatching people to gaulok and depriving them of life, limb and property for a long time now in Gujarat. The powers that be have been turning a blind eye to this worsening problem. Cattle have more rights than people. So here is the message direct to the Head Honcho! See the problem for yourself. Time to address this issue throughout the state–not just locally. Remember elections are coming. You cannot afford to lose voters (pun intended).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.