ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન ન મળવાથી નારાજ દેખાયા ગડકરી, સરકાર વિશે કહ્યું, સરકારની સમસ્યા એ છે કે…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડ અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટિના સભ્યોના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ બોર્ડમાંથી મહારાષ્ટ્રના એકપણ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ જેવા મોટા કદના નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

આ મામલે નીતિન ગડકરીની પ્રતિક્રિયા સામે આવી છે. રવિવારે એસોશિયેશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગડકરીએ જણાવ્યું હતું કે, વિકાસના કામો માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે, પરંતુ તે સમયસર કેવી રીતે પૂરા થાય તેના પર ધ્યાન આપવાની જરૂર છે. સરકારની મોટી સમસ્યા એ છે કે તે સમયસર નિર્ણય નથી લેતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.