જાગ્યા ત્યારથી સવાર! કારની પાછલી સીટ પર સીટ બેલ્ટ નહીં લગાવ્યું તો વાગશે આલાર્મ, કપાશે ચાલાન, જાણો નીતીન ગડકરીએ શું કહ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશના મોટા બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ હવે રોડ સેફ્ટીને લઈને કેન્દ્ર સરકાર હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. કારની પાછલી સીટમાં બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ લગાવી ન હોવાથી રવિવારે રોડ અકસ્માતમાં તેમનું મોત થયું હતું, જે બાદ નિષ્ણાતો પાછળની સીટ પર બેસનારા પ્રવાસીઓ માટે પણ સીટ બેલ્ટ લગાવવું જરૂરી હોવાનું જણાવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહત્ત્વનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કારમાં પાછલી સીટ પર બેઠા લોકોને પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી રહેશે. જો, તેઓ સીટ બેલ્ટ નહીં લગાવે તો તો તેમનું ચાલાન કપાશે. અત્યાર સુધી આગળની સીટ પર બેસનારા પ્રવાસીઓ જો સીટ બેલ્ટ ન પહેરે તો આલાર્મ વાગે છે, પરંતુ હવે પાછલી સીટ પર બેસેલા પ્રવાસી સીટ બેલ્ટ નહીં પહેરશે તો આલાર્મ વાગશે. આ સંબંધિત ત્રણ દિવસમાં આદેશ લાગુ કરવામાં આવશે. નાની-મોટી તમામ કાર માટે આ નિર્ણય લાગુ થશે. પાછળની સીટ પર બેલ્ટ લગાવવા માટે ક્લિપની વ્યવસ્થા કરવી પડશે અને આલાર્મ સિસ્ટમ પણ લગાવવો પડશે. આ નિયમ બાળકો માટે પણ લાગુ થશે. 14 વર્ષથી મોટા બાળક પાછલી સીટ પર બેસે છે તો તેને પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી રહેશે, પરંતુ જો 14 વર્ષથી નાનું બાળક હોય તો તેમની માટે સુરક્ષા રાખવી જરૂરી છે. સરકારે આ નિર્ણય સાઈરસ મિસ્ત્રીના કાર એક્સિડેન્ટ બાદ લીધો છે.
નિષ્ણાતોનું માનવું છે કે કારમાં સવાર તમામ લોકો માટે સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે, પરંતુ પાછળ બેસેલા પ્રવાસીઓ સીટ બેલ્ટ લગાવતા નથી.

સીટ બેલ્ટ લગાવવું શા માટે જરૂરી?

કાર પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ ખૂબ જ સુરિત માનવામાં આવે છે. જો સીટ બેલ્ટ લગાવવામાં ન આવે તો એક્સિડેન્ટ થાય તે સમયે વ્યક્તિ ઉછળીને બહાર આવી શકે છે અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શકે છે અથવા મોત પણ થઈ શકે છે. અમેરિકાની એક સ્ટડી અનુસાર વર્ષ 2017માં સીટ બેલ્ટને કારણે 14,955 લોકોના જીવ બચ્યા હતાં. જોકે, ભારતમાં સીટ બેલ્ટ લગાવનારા લોકોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.