ધર્મપરિવર્તન મામલોઃ નીતેશ રાણેએ સભાગૃહમાં કર્યા સનસનાટીભર્યા દાવા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: અહમદનગરમાં શ્રીરામપુરની ઘટનાના અનુસંધાનમાં ભાજપના વિધાનસભ્ય નીતેશ રાણેએ ધર્મપરિવર્તનનો મુદ્દો રજૂ કર્યો હતો. હિંદુ યુવતીને ફસાવીને તેનું ધર્માંતર કરશો તો સાત લાખ રૂપિયા સુધીની રકમ મુસ્લિમ યુવકને મળે છે, એવો સનસનાટીભર્યો દાવો નીતેશ રાણેએ સભાગૃહમાં કર્યો હતો.

વિધાનસભામાં ચોમાસુ સત્રનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે કામકાજનો બુધવારે પાંચમો દિવસ હતો. કામકાજની શરૂઆતમાં જ નીતેશ રાણેએ નગરમાં શ્રીરામપુરની ઘટનાના અનુસંધાનમાં લક્ષ્યવેધક બાજુ રજૂ કરી હતી. ધર્મપરિવર્તનના મુદ્દા પર તેમણે અનેક ગંભીર દાવાઓ કર્યા હતા. મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં ધર્મપરિવર્તનનો મુદ્દો અતિશય ગંભીર છે, એવું કહીને રાણએ સભાગૃહનું ધ્યાન ખેંચ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કિશોરીઓને ફસાવીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આ માટે મુસ્લિમ યુવકોને લાખો રૂપિયા મળી રહ્યા છે. આના માટે મોટા ગજાના મુસ્લિમ યુવકોને ફસાવવામાં આવી રહ્યા છે અને તેનું શોષણ કરવામાં આવે છે, તેમ જ તેના પર અત્યાચાર પણ ગુજારવામાં આવે છે. મહારાષ્ટ્રમાં શ્રીરામપુરની ઘટના આપણી નજર સમક્ષ છે. પોલીસની ભૂમિકા પણ સહકાર્ય કરવાની નથી હોતી, એવો દાવો નીતેશ રાણેએ ધર્મપરિવર્તન બાબતે મુસ્લિમ યુવકોને મળતા પૈસાનું રેટકાર્ડ પણ વાંચી સંભળાવ્યું હતું.

નીતેશ રાણેએ સભાગૃહમાં લક્ષ્યવેધક માહિતી આપ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સભાગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નીતેશ રાણેએ રજૂ કરેલો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને આ મુદ્દે સરકાર ચોક્કર કડક પગલાં લેશે, એવું આશ્ર્વાસન પણ આપવામાં આવ્યું હતું.

યુવતીને ફસાવવાથી ધર્મપરિવર્તન કરાવવા માટે મુસ્લિમ યુવકોને કેટલા પૈસા મળે છે તેનું એક રેટકાર્ડ પણ નીતેશ રાણેએ સભાગૃહમાં વાંચી સંભળાવ્યું હતું. જેમાં શીખ યુવતીને ફસાવવા માટે સાત લાખ, પંજાબી હિંદુ યુવતીને ફસાવવાના ૬ લાખ, ગુજરાતી બ્રાહ્મણ યુવતીના ૬ લાખ, બ્રાહ્મણ યુવતીના પાંચ લાખ, ક્ષત્રિય યુવતીના સાડાચાર લાખ, ગુજરાતી કચ્છી યુવતીના ૩ લાખ, જૈન મારવાડી યુવતીના ૩ લાખ, ઓબીસીના ૩ લાખ અને બૌદ્ધ યુવતીને ફસાવવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવે છે.

શું છે આખુ પ્રકરણ…

અહમદનગર જિલ્લાના શ્રીરામપુરમાં એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તીથી નિકાહ કરીને ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ઈમરાન કુરેશી નામના યુવકે આ કામ કર્યું હતું. છેલ્લાં બે વર્ષથી આ શોષણ ચાલી રહ્યું હોવાને કારણે યુવતીના કુટુંબીજનોએ શ્રીરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે પોલીસે ગુનો નોંધવા માટે નકારી દીધું હતું. જોકે થોડા સમય બાદ સામાજિક દબાણને લઇ પોલીસે ગુનો તો નોંધ્યો હતો, પણ હજી સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.