નીરવ મોદીની કરોડોની મિલકતને ટાંચ મરાઇ

દેશ વિદેશ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે શુક્રવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની રૂપિયા ૨૫૩.૬૨ કરોડની કિંમતની જેમ્સ, જ્વેલરી અને બૅન્ક ડિપોઝિટ જપ્ત કરી હતી.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ જંગમ અસ્કયામત હોંગકોંગમાં છે. હોંગકોંગમાં નીરવ મોદી જૂથની કંપનીઓની કેટલીક સંપત્તિ ખાનગી તિજોરીઓમાં પડેલા રત્નો અને ઝવેરાતના રૂપમાં ઓળખવામાં આવી હતી અને ત્યાં જાળવવામાં આવેલા ખાતાંમાં બૅન્ક બેલેન્સ હતી અને તેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમો હેઠળ જપ્ત કરવામાં આવી હતી. ૫૦ વર્ષીય નીરવ મોદી હાલમાં ઇંગ્લેન્ડની જેલમાં છે અને બે અબજ યુએસ ડૉલરના પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી) છેતરપિંડી કેસમાં તપાસ સીબીઆઇ દ્વારા પણ કરવામાં આવી રહી છે. તેને ભારત પાછો લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે. (પીટીઆઇ)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.