ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની માલિકીની ‘ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ’ના હીરા, સોના અને પ્લેટિનમ જ્વેલરીની 25 માર્ચે ઈ-ઓક્શન દ્વારા હરાજી કરવામાં આવશે. લિક્વિડેટર શાંતનુ ટી.રે દ્વારા નોટીસ જાહેર કરવામાં આવી છે.
ફેબ્રુઆરી 2020 માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેંચ દ્વારા ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના લિક્વિડેટર તરીકે શાંતનુ ટી.રેને નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ આ કંપનીનીનું સંચાલન શાંતનુ રે દ્વારા કરવામાં આવી રહ્યું છે. લિક્વિડેટર શાંતનુ રેએ આભૂષણો અને અન્ય વસ્તુઓની કિંમત નક્કી કરવા માટે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટને જવાબદારી સોંપી છે.
નોટિસ અનુસાર, સોના, પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ 25 માર્ચે ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવશે. હરાજી કરવા માટેની વસ્તુઓની અનામત કિંમત હરાજીની તારીખે જ જાહેર કરવામાં આવશે.
નીરવ મોદી 2018 ની શરૂઆતથી દેશમાંથી ફરાર થઇ ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની કોર્પોરેટ ઓફિસો અને ફેક્ટરીઝ સહીત નોંધપાત્ર સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ દેશની સૌથી મોટી બેંક છેતરપિંડીમાંની એકને અંજામ આપ્યો હતો. સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ (LoUs) દ્વારા રૂ. 14,000 કરોડની ઉચાપત કરી હતી.
તમે પણ ખરીદી શકો છો નીરવ મોદીના હીરા અને ઝવેરાત, આ તારીખે હરાજી થશે
RELATED ARTICLES