Homeઆપણું ગુજરાતનવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર બસ અને કાર વચ્ચે ટક્કર, નવના...

નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર બસ અને કાર વચ્ચે ટક્કર, નવના મોત, 25થી વધુ ઘાયલ

નવસારી: શનિવારે વહેલી સવારે નવસારી જિલ્લા નજીક આવેલા રેશમા ગામ નજીક લકઝરી બસ અને એસયુવી વચ્ચે ટક્કરને કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 9ના મોત થયા હતાં જ્યારે 25થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શનિવારે અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાંથી દર્શન કરીને નીકળી રહેલી લક્ઝરી બસ અને વલસાડ તરફથી આવી રહેલી fortuner ગાડી વચ્ચે અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ 9 ના મોત થયા હોવાની માહિતી મળી રહી છે.

Fortuner ગાડીમાં સવાર યુવાનો અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા અને વલસાડ ફરવા માટે ગયા હતા.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડ્રાઈવરને ચાલુ બસમાં હૃદય રોગનો હુમલો થતાં તેણે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિલસોજી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular