સાહિલને ફાંસીની સજા આપોઃ નિક્કીના દાદાનું નિવેદન
નવી દિલ્હીઃ લીવ ઈન રિલેશનશિપનો કરુણ અંજામ આપનારો કિસ્સો દિલ્હીમાં બન્યા પછી એક પછી એક રહસ્યો બહાર આવતા જાય છે. પાટનગર દિલ્હીમાં સાહિલ ગહલોત નામના પ્રેમીએ તેની બાવીસ વર્ષની પ્રેમિકા (નિક્કી યાદવ)ની મોબાઈલના વાયરથી હત્યા કરી હોવાનું ખુલાસો કરવામાં આવ્યો હતો, પરંતુ નિક્કી યાદવનો છેલ્લી રાતનો વીડિયો બહાર આવ્યો છે. નિક્કી યાદવની જે રાતે હત્યા કરવામાં આવી એના થોડા સમય પૂર્વે સોસાયટીનું સીસીટીવી ફૂટેજ વાઈરલ થઈ રહ્યું છે.
Dehli murder case: Video Viral…
આખરી રાતઃ હત્યા પૂર્વે નિક્કી યાદવનો વીડિયો વાઈરલ…#BreakingNews #dehli #frige #NikiYadav #murder #ShalinBhanot #DehliShocker #NewsUpdates #news pic.twitter.com/Eaxi4pzVOW— Mumbai Samachar Official (@Msamachar4u) February 15, 2023
ઉત્તમ નગરમાં નિક્કી યાદવ જે બિલ્ડિંગમાં ભાડાં પર રહેતી હતી, એ સોસાયટીના સીસીટીવીના ફૂટેજમાં નિક્કી છેલ્લી વાર જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળેલી નિક્કી યાદવ બ્લેક કલરના ટોપમાં કપડા લઈને સીડી ચઢતી જોવા મળી હતી. બીજા ફૂટેજમાં પણ નિક્કી રાતના નવ વાગ્યાના સુમારે બહાર જતી જોવા મળે છે. અહીંના રહેવાસીએ કહ્યું હતું કે આ ફ્લેટમાં પોતાની બહેન સાથે છેલ્લા પાંચ મહિનાથી રહેતી હતી અને આરોપી સાહિલ ગહલોત પણ વારંવાર અહીં અવરજવર કરતો હતો. અડોશપડોશના લોકોએ કહ્યું હતું કે નિક્કીએ કહ્યું હતું કે તે વધારે લોકો સાથે વાતચીત કરતી નહોતી, પરંતુ હંમેશાં સાહિલ અહીંના ફ્લેટમાં અવરજવર કરતો હતો. નિક્કીના દાદા રામકિશને કહ્યું હતું કે નિક્કી અને તેની નાની બહેન છેલ્લે 23મી ડિસેમ્બરે આવ્યાં હતા અને અહીં પાચં દિવસ રોકાયા હતા. બહુ ખુશ હતા અને બંને બહેનો અલગ અલગ કોલેજમાં ભણતા હતા. નિક્કીની હત્યા કરનારા સાહિલ ગહલોતને ફાંસીની સજા થવી જોઈએ, એવું રામકિશને જણાવ્યું હતું. નિક્કીની હત્યાના સમાચાર મળ્યા પછી નિક્કીની માતાની તબિયત બગડી છે તથા રોઈ-રોઈને તેની હાલત વધારે કફોડી બની છે. સાહિલ અને નિક્કી વચ્ચે 2018માં પ્રેમ થયો હતો. સાહિલ એસએસસીની કોચિંગ કરવા જતો હતો, જ્યારે નિક્કી મેડિકલની તૈયારી માટે કોચિંગ લેતી હતી. બંને એક જ બસમાં જતા હતા ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી છે તથા ગુનો કબૂલ્યા પછી પણ તેના કરતુત અંગે કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી, એમ પોલીસે જણાવ્યું હતું.