મુંબઈઃ બિગ બોસ 14 પછી રાતોરાત લાઈમલાઈટમાં આવેલી નિક્કી તંબોલી પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. નિક્કી તંબોલી હંમેશાં પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ અને રીલ પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં ફરી એક વખત નિક્કીએ પોતાના બોલ્ડ અવતારના ફોટોશૂટ શેર કર્યો છે જેને જોઈને ચાહકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. નિક્કી તંબોલી તેના બોલ્ડ અને દિલકશ અંદાજ રજૂ કરીને સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે, જેમાં કથિત પ્લાસ્ટિક સર્જરી માટે પણ જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી હતી.
નિક્કીએ લેટેસ્ટ ફોટોશૂટમાં બ્લુ કલરની મિની-બૉડીકોન ડ્રેસ પહેરેલો છે, જેમાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફેન્સ તેની આ અદાઓ પર ફિદા થઈ રહ્યા છે. નિક્કી તંબોલી પોતાની હૉટ અને ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી નિક્કી ખૂબ જ સેક્સી દેખાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફ પર લખ્યું છે કે આઈસ ઓન મી. કલાકોમાં તેના ફોટોગ્રાફને લાખો લાઈક મળી છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી છે. નિક્કી તંબોલીએ આ બ્લુ રંગના ડ્રેસ સાથે હાઈ હિલ્સ પહેરી હતી. તેના કર્લી વાળ અને ન્યૂડ મેકઅપ તેના લુકમાં ચારચાંદ લગાવી રહ્યા હતાં. એના અગાઉ આ જ રંગના બોલ્ડ ડ્રેસમાં લખ્યું હતું કે હોટર ધેન યોર એક્સ, બેટર ધેન યોર નેક્સ્ટ.
હાલ એક્ટ્રેસ પોતાની કથિત નાકની સર્જરીને લઈને ચર્ચામાં છે. આ ફોટો જોયા બાદ લોકોએ ફરી કોસ્મેટિક સર્જરીની ચર્ચા શરુ કરી દીધી છે અને તેની ઝાટકણી કાઢવામાં આવી હતી. નિક્કી તંબોલી મૂળ મહારાષ્ટ્રની છે તથા શરુઆત તેલુગુ સિનેમાથી કરી હતી. તમિલ ફિલ્મોની સાથે બિગ બોસ 14 સિઝનમાં સૌથી વધારે જાણીતી બની હતી, પરંતુ સોશિયલ મીડિયામાં સૌથી વધુ જાણીતી બની હતી. આ ઉપરાંત, જાણીતી એડવેન્ચર સીરિયલ ફીયર ફેક્ટરઃ ખતરો કે ખેલાડીમાં પણ ભાગ લીધો હતો.
View this post on Instagram