નિક્કી યાદવ હત્યાકાંડમાં પકડાયેલા આરોપી સાહિલ ગહલોતના રિમાન્ડ કોર્ટે બે દિવસ માટે વધાર્યા છે. હાલ સાહિલ ક્રાઇમ બ્રાન્ચના તાબામાં છે. ત્યાં આ કેસને લઈને રોજ નવા – નવા ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક વેબ પોર્ટલમાંથી મળેલી માહિતી મુજબ હત્યાના પહેલા જ્યારે સાહિલ અને નિક્કી ગાડીમા નીકળ્યા હતા ત્યારથી જ સહિલના મગજમાં હત્યાનું કાવતરું ચાલી રહ્યું હતું. એણે પ્લાન બનાવ્યો હતો કે એ પહેલા નિક્કી ગાડીમાંથી ધકેલી દેશે અને બતાવશે કે એનું મૃત્યું અકસ્માતમાં થયું છે. જોકે સાહિલનું આ કાવતરું સફળ થયું નહતું. આખરે એણે દિલ્લીના નિગમ બોધ ઘાટમાં હત્યાને અંજામ આપ્યો. સાહિલની ધરપકડ બાદ દિલ્લી પોલીસે તેના પિતા, કઝીન અને મિત્રની પણ ધરપકડ કરી હતી.
સૂત્રો મુજબ સાહીલના પિતાને આ વાતનો જરાય અફસોસ નથી. સાહીલના પિતા વીરેન્દ્ર પર ક્રાઇમ બ્રાન્ચમાં પહેલેથી જ એક હત્યાનો કેસ ચાલી રહ્યો છે. પોલિસ સૂત્રો મુજબ નિક્કીની હત્યા પહેલા વિરેદ્રના આ વાતની જાણ હતી. અને એણે આ ગુન્હામાં સાહિલનો સાથ આપ્યો. જ્યારે આ અંગે વીરેન્દ્રની પોલિસે પૂછપરછ કરી ત્યારે એને એ વાતનો કોઈ અફસોસ નહતો. એણે કહ્યું કે અમારે કોઈપણ રીતે નિક્કીને રસ્તામાંથી હટવાની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે સાહીલના કઝીનની પણ ધરપકડ કરી છે. સાહિલે હત્યા બાદ સૌથી પહેલો ફોન તેના કઝીનને કર્યો હતો. ત્યાર બાદ તે સીધો ઢાબા પર આવ્યો હતો ત્યાર બાદ બધા એ મળીને બોડીને ફ્રીજમાં મૂકી હતી અને લગ્ન બાદ તેને ઠેકાણે પાડવાની યોજના ઘડી હતી.