ત્રણ મહિનામાં ભારતને મળશે પહેલી Night Sky સેન્ચુરી, જાણો તમામ રસપ્રદ વિગતો

સ્પેશિયલ ફિચર્સ

લદ્દાખના ચાંગથાંગ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ભાગરૂપે ભારતમાં પહેલી Night Sky સેન્ચુરી બનવા જઈ રહી હોવાની માહિતી પીએમઓમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે કાર્યરત જિતેન્દ્ર સિંહે આપી હતી. પ્રસ્તાવિત નાઈટ સ્કાય રિઝર્વનું કામ લદ્દાખના હનલેમાં આગામાં ત્રણ મહિનામાં પૂરું કરવામાં આવશે, જે ભારતના એસ્ટ્રો પર્યટનને વેગ આપશે. આ ઓપ્ટિકલ, ઈન્ફ્રારેડ અને ગામા-રે ટેલિસ્કોપ માટે દુનિયાની સૌથી ઉંચી જગ્યા છે.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતપં કે, નાઈટ સ્કાયના સંરક્ષણ માટે લાઈટથી ફેલાતા પ્રદૂષણને રોકવા માટે કામ કરવામાં આવશે, જે આકાશ માટે ખતરો છે. આ સ્થળ કોઈપણ પ્રકારની માનવીય અશાંતિથી દૂર છે અને છે અને વર્ષ દરમિયાન અહીં આકાશ સાફ રહે છે. લદ્દાખના ઉપરાજ્યપાલે ડો. જિતેન્દ્ર સિંહ સાથે મળીતે આ અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જે Space Science ક્ષેત્રે રસ ધરાવનારા લોકો માટે વરદાન સાબિત થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.