Homeફિલ્મી ફંડાઆ નાઈટ મેનેજરના ઠાઠ છે ન્યારાઃ મોંઘી કાર અને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે...

આ નાઈટ મેનેજરના ઠાઠ છે ન્યારાઃ મોંઘી કાર અને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે માલિક

હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ ગૂંચવાઈ ગયા હશો કે અહીં ચોક્કસ વાત કોની થઈ રહી છે, તો તમે તમારા મગજને વધુ તસ્દી આપો એ પહેલાં જણાવી દેવાનું કે અહીં વાત થઈ રહી છે બોલીવૂડના એક્ટર આદિત્ય રોય કપૂરની.

આદિત્યએ હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી નાઈટ મેનેજરમાં બેસ્ટ એક્ટિંગ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ નાઈટ મેનેજરની ગણતરી બી-ટાઉનના મિલિયોનેર્સ સ્ટારમાં થાય છે. આવો જોઈએ ‘ધ નાઈટ મેનેજર’માં ‘જાસૂસ’ની ભૂમિકા ભજવનાર આ અભિનેતાની કુલ નેટવર્થ કેટલી છે એ… આદિત્ય રોય કપૂરની આવકનો પ્રાથમિક સ્ત્રોત તેની ફિલ્મો અને વેબસિરીઝ છે, જેમાંથી તે તગડી કમાણી કરે છે. આ સાથે તે અનેક મોટી-મોટી બ્રાન્ડને પ્રમોટ કરે છે અને આ બ્રાન્ડ્સની જાહેરાત કરીને પણ જંગી કમાણી કરે છે. સેલિબ્રિટીના રિપોર્ટ પ્રમાણે આદિત્ય રોય કપૂરની કુલ સંપત્તિ 100 કરોડની આસપાસ છે.

આદિત્ય રોય કપૂરનું પોતાનું એક ખૂબ જ સરસ અને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે અને તે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. આ ઘરની સાથે આદિત્ય રાય કપૂરનું મુંબઈમાં બીજું એક ઘર પણ છે. આદિત્યને લક્ઝરી કારનો પણ ખૂબ જ શોખ છે.
અહીં તમારી જાણ માટે કે અભિનેતાના કાર કલેક્શનમાં રૂ. 56 લાખની કિંમતની BMW 5-સીરીઝ, રૂ. 2.17 કરોડની મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ અને બીજી ઘણી કારનો સમાવેશ થાય છે. આ સાથે અભિનેતા પાસે 16.95 લાખ ટ્રાયમ્ફ સ્પીડ ટ્રિપલ બાઇક અને 2.75 લાખ રોયલ એનફિલ્ડ કાસ્ટ આયર્ન પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -