નિફ્ટી મક્કમ ગતિએ ૧૭,૮૦૦થી આગળ વધશે તો ૧૮,૦૦૦ની સપાટી બતાવશે

વેપાર વાણિજ્ય

બજારની નજર ચીનના ડેટા પર

ફોરકાસ્ટ- નિલેશ વાઘેલા

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલે ફુગાવાને નાથવા માટે કડક પગલા લેવાનો નિધ્રાર વ્યકત કર્યૌ હોવાથી નિફ્ટી અને સેન્સેક્સે નજીવી ખોટ સાથે સપ્તાહ સમાપ્ત કર્યું હતું. ફેડરલ રિઝર્વના દરમાં વધારો અને જૂન ક્વાર્ટરમાં જીડીપીમાં ધારણા કરતાં નીચી વૃદ્ધિ સેન્ટિમેન્ટ પર ભાર મૂકતાં બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંકોએ સાધારણ ઘટાડા સાથે ઉથલપાથલ ભરેલા સપ્તાહનો અંત કર્યો હતો.
ફેડરલના ફફડાટને બજારે લગભગ પચાવી લીધો છે અને પોવેલ હવે ૦.૭૫ ટકાનો દર વધારો ના ઝીંકે તો જ આશ્ર્ચર્ય છે, એવા માહોલમાં અત્યારે તેજીમંદી માટે કોિ મોટું ટ્રીગર નથી પરંતુ વિશ્ર્વના ઇક્વિટી માર્કેટની નજર ચીનના ઇન્ફ્લેશન ડેટા પર છે. વિશ્ર્વનું આ બીજું સૌથી મોટું અર્થતંત્ર માંદુ પડે તો વેશ્રિવિક અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. ચાઇના તેની નિયંત્રાત્મક કોવિડ પોલિસી અને પ્રોપટીર્ર્ માર્કેટના કડાકાભડાકાને કારણે ડામાડોળ થઇ રહ્યું છે. તેના ઇન્ફ્લેશનના ડેટા આઠમી સપ્ટેમ્બરે જાહેર થશે એને તે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટનો ટોન નક્કી કરશે.
ટેક્નિકલ નિષ્ણાતે જણાવ્યું હતું કે, નિફ્ટીએ પાછલા સપ્તાહે બુલિશ કેન્ડલની રચના કરી છે. જો નિફ્ટી ૧૭,૮૦૦ની અવરોધક સપાટી મક્કમપણે વટાવી શકશે તો તે ૧૮,૦૦૦ સુધી સરળતાથી આગળ વધી શકશે, પરંતુ જો તે ૧૭૪૫૦ની સપાટી તોડશે તો સડસડાટ ૧૭,૧૫૦ સુધી નીચે પણ ગબડી શકે છે.
શેરબજારમાં રોલરકોસ્ટર જેવો માહોલ સર્જાયો છે. સપ્તાહના પહેલા દિવસે નીચે પટકાયેલો બેન્ચમાર્ક બીજા સપ્તાહે ઊંચી છલાંગ લગાવ્યાં બાદ ગુરુવારના ત્રીજા સત્રમાં ફરી નીચી સપાટીએ પટકાયો અને ચોથા અંતિમ સત્રમાં પોઝિટીવ ઝોનમાં મામૂલી સુધારા સાથે પાછો ફર્યો છે. એ નોંધવું રહ્યું કે બુધવારે ગણેશોત્સવ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું. સપ્તાહના પહેલા દિવસે સેન્સેકસે પ્રારંભિક સત્રમાં ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હોવાથી બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
જ્યારે મંગળવાર પાછલા ત્રણ મહિનાના આ સોથી શ્રેષ્ઠ એકદિવસીય ઉછાળામાં સેન્સેક્સે ૫૯,૫૦૦ પોઇન્ટની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી, તો નિફ્ટીએ ૧૭,૭૫૦ની સપાટી વટાવવામાં સફળતા મેળવી હતી. હવે ગુુરવારના સત્રમાં સેન્સેક્સે ૧૦૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયા બાદ અંતે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો જ્યારે શુક્રવારે લગભગ ૩૦૦ પોઇન્ટ નીચે ગબડીને અંતે ૩૬ પોઇન્ટના સુધારે સ્થિર થયો છે. મૂંઝાયેલા રોકાણકારોને બજારના નિષ્ણાતો અત્યારે થોભો અને જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે.
શેરબજારે સપ્તાહના અંતિમ સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવા માટે મક્કમ સંઘર્ષ કર્યો હતો. જોકે, બજારનો અંડરટોન નરમ રહ્યો હતો, કારણ કે યુએસ જોબ ડેટાની જાહેરાત અગાઉ વૈશ્ર્વિક બજારો મોટાભાગે વેચાણના દબાણ હેઠળ હતા. જોબ ડેટાને આધારે ફેડરલ રિઝર્વના આગામી નિર્ણય અંગે અટકળ કરી શકાશે એવું નિષ્ણાતો માને છે. વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની નબળી સંભાવનાઓ ચિંતાનો વિષય હોવા છતાં ક્રૂૃડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડાની અપેક્ષાએ ઓપેકની બેઠક પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યોે હતો. મજબૂત બની રહેલા ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડની સતત વૃદ્ધિ, નજીકના ગાળામાં સ્થાનિક બજારની અફડાતડી અને ઊથલપાથલમાં પણ તીવ્ર વધારો લાવશે.
હાલ તો શેરબજારની નજર અમેરિકા અને ચીનના ડેટા અને તેના અર્થતંત્રની દશા પર મંડાયેલી છે. ફેડરલના ચીફ જેરોમ પોવેલે એવું કથન કર્યું છે કે, આગામી મીટિંગમાં વ્યાજદરમાં વધુ ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો કરવો પડશે. પોવેલની ટિપ્પણીઓ બજારની અપેક્ષાઓથી વિપરીત હતી કારણ કે વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના કેટલાક મુખ્ય આર્થિક ડેટા પોઈન્ટ્સે મંદી તરફ ઈશારો કર્યા પછી રોકાણકારોએ ફેડના આક્રમક મિજાજમાં હળવાશની અપેક્ષા
રાખી હતી.
આ સપ્તાહમાં, તાત્કાલિક સ્થાનિક ટ્રિગર્સના અભાવને કારણે ભારતીય બજારો તેમના વૈશ્ર્વિક સમકક્ષો સાથે મળીને આગળ વધશે. મુખ્ય સ્થાનિક ઘટનાઓની ગેરહાજરીને જોતાં, ભારતીય બજારનું સેન્ટિમેન્ટ તેની હિલચાલ નક્કી કરવા માટે તેના વૈશ્ર્વિક સમકક્ષો દ્વારા પ્રભાવિત થશે. વિશ્ર્વભરના રોકાણકારો ચીનના ફુગાવાના આંકડા પર ચાંપતી નજર રાખશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.