Homeશેરબજારરેટ હાઇકની સાથે ભૂરાજકીય ભય ભળતા નિફ્ટી ૧૭૫૦૦ની નીચે સરક્યો

રેટ હાઇકની સાથે ભૂરાજકીય ભય ભળતા નિફ્ટી ૧૭૫૦૦ની નીચે સરક્યો

મુંબઇ: અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (ફોમક)ની મિનિટ્સ જાહેરાત અગાઉ જ અમેરિકાના અર્થતંત્રમાં મળી રહેલા સંકેત ફેડરલને વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ કરવા પ્રેરશે એવી અટકળો વચ્ચે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરમાં આવેલા ગરમાટાને કારણે ડહોળાયેલા માનસ વચ્ચે શેરબજારમાં જોરદાર વેચવાલી વચ્ચે કડાકો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ ૯૨૭ પોઈન્ટ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી બુધવારે નબળા વૈશ્ર્વિક વલણો વચ્ચે ચાર મહિનાની નીચી સપાટીએ સ્થિર થયો હતો. સતત ચોથા દિવસની પીછેહઠમાં સેન્સેક્સ ૯૨૭.૭૪ પોઈન્ટ્સ અથવા ૧.૫૩ ટકા ઘટીને ૫૯,૭૪૪.૯૮ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જે પહેલી ફેબ્રુઆરી પછીનો સૌથી નીચો બંધ સ્તર છે. દિવસ દરમિયાન, તે ૯૯૧.૧૭ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકા ઘટીને ૫૯,૬૫૫.૫૮૧ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
નિફ્ટી ૨૭૨.૪૦ પોઈન્ટ અથવા ૧.૫૩ ટકા ઘટીને ૧૭,૫૫૪.૩૦ પોઇન્ટના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકા અને રશિયા વચ્ચે ફરી શીત યુદ્ધ શરૂ થવાની બજારમાં આશંકા છે. જો કે તે ટૂંકા ગાળાની અસર હોવી જોઈએ, રશિયા સામેના પ્રતિબંધોનો ભય અને અર્થતંત્ર પર, ખાસ કરીને ખાદ્ય અને તેલની નિકાસ પર તેની અસરની ડિગ્રી ચિંતામાં વધારો કરી રહી છે. બજાર માત્ર રોગચાળામાંથી માંડ રિકવર થઈ રહ્યું છે, અને વ્યાજ દરની વૃદ્ધિ અને ફુગાવો ઇક્વિટી માર્કેટની પીછેહઠના મુખ્ય કારણ છે, એમ જણાવતાં જીઓજિતના વિનોદ નાયરે કહ્યું હતું કે આ યુદ્ધ આર્થિક મોરચે લડવામાં આવશ એવું મનાઇ રહ્યું છે આથી યુએસ અને ભારત જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓ પર તેની અસરને મર્યાદિત કરશે. જોકે, ફેડરલ અને આરબીઆઈની મિનિટ્સની કારણે રોકાણકારો બજારથી અળગા રહ્યાં હતાં.
સેન્સેક્સના સૌથી વધુ ઘટનારા શેરોમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, વિપ્રો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા સ્ટીલ મુખ્ય હતા. સેન્સેક્સ પેકમાં આઇટીસી એકમાત્ર ગેઇનર સ્ક્રીપ રહી હતી. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ આઈટીસીના શેરમાં ૦.૫૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં ડિવિસ લેબ, બજાજ ઓટો અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૧૦.૮૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ, ગ્રાસિમ, બજાજ ફાઈનાન્સ અને જેએસડબલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ ગતિવિધિઓમાં અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને કમર્શિઅલ પેપર્સની મુદ્દત પૂરી થતા એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડને રૂ. ૧૦૦૦ કરોડ અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડને રૂ. ૫૦૦ કરોડ ચૂકવ્યા છે. સરકારના સ્કીલ ડેવલસમેન્ટ મંત્રાલયની સહયોગી તથા એનએસઇ ગ્રુપની ગ્લોબલ એડટેક કંપની ટેલેન્ટ સ્પ્રિન્ટે વીમેન એન્ડિનિયરિંગ પ્રોગ્રામની પાંચમી આવૃત્તિનો હેતુ દેશભરમાંથી ૨૦૦ ફર્સ્ટ યર વીમેને ઇજનેરને પસંદ કરી તેમને તાલિમ આપી વૈશ્ર્વિક કક્ષાની સોફચવેર ઇજનેર બનવામાં સહાય આપવાનો છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા ફી સ્કોરશિપ અને એક લાખ રૂપિયાની કેશ સ્કોલરશિપ મળશે. દરમિયાન એનએસઇએ ઇન્ટરેસ્ટ ડેરિવેડિવ્ઝના કામકાજનો સમય સાંજે પાંચ વાગ્યા સુધી વિસ્તાર્યો છે. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને હોંગકોંગ નીચામાં બંધ રહ્યા હતા. યુરોપમાં સ્ટોક એક્સચેન્જો બપોરના સત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર રીતે નીચા સ્તરે બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૧ ટકા ઘટીને ૮૨.૧૧ પ્રતિ બેરલ થઈ ગયું છે. એક્સચેન્જના ડેટા અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઇ)એ મંગળવારે રૂ. ૫૨૫.૮૦ કરોડના શેર ખરીદ્યા હતા. અલ નીનોના ભાયને કારણે એફઆઇઆઇ નેટસેલર્સ બન્યા હોવાથી પણ સેન્ટિમેન્ટ અગાઉ થી જ ખરડાયું હતું. પાછલા કેટલાક સત્રોમાં એફઆઇઆઇની લેવાલીનો ટેકો મળવા સાથે ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે પણ બજારને ટેકો મળ્યો હતો. બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર ફેડરલના અધિકારીઓની બેફામ ટિપ્પણીઓ અને યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો થવાને કારણે ઊંચા સ્તરે દબાણને જોતાં રેન્જબાઉન્ડ અને કોન્સોલિડેશનનો ટ્રેન્ડ હજી પૂરો થયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular