Homeદેશ વિદેશશેરબજારમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ વચ્ચે નિફ્ટી ૧૭૯૦૦ની નીચે સરક્યો

શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ વચ્ચે નિફ્ટી ૧૭૯૦૦ની નીચે સરક્યો

મુંબઇ: અમેરિકાના ઇન્ફલેશનના ડેટાની જાહેરાત અગાઉના સાવચેતીના વલણ વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા સતત ત્રીજા સત્રની પીછેહઠમાં સેન્સેક્સ ૦.૨૫ ટકા લપસ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૭૯૦૦ની નીચે બંધ રહ્યો હતો. ગ્લેન્ડ ફાર્માના શેરમાં છ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ઇન્ફલેશન ડેટા અનુકૂળ આવશે અને તેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો ટાળશે એવી આશા હોવા છતાં સાવચેતીના માનસ વચ્ચે ઇક્વિટી બજારમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ હતું. જોકે, આશાવદના જોરે બુધવારે અમેરિકાના બજારોના સુધારા પાછળ યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધી સુધારો જોેવા મળ્યો હોવાના અહેવાલ હતા.
સત્ર દરમિયાન ૪૭૩.૧૮ પોઇન્ટ અથવા તો ૦.૭૮ ટકાના ઘટાડા સાથે ૫૯,૬૩૨.૩૨ પોઇન્ટની સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૧૪૭.૪૭ પોઇન્ટ અથવા તો ૦.૨૫ ટકા ઘટીને ૫૯,૯૫૮.૦૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૩૭.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકાના ગાબડાં સાથે ૧૭,૮૫૮.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકાના ઇન્ફલેશન ડેટા પર નજર સાથે એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતૂં. અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા એટલે મહત્ત્વના છે કે નિષ્ણાતો અનુસાર ફેડરલ રિઝર્વના આગામી વલણ માટે આ ડેટામાંથી સંકેત મળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular