Homeઆમચી મુંબઈનિફ્ટી ૧૮,૦૫૦ની અને સેન્સેક્સ ૬૦,૮૦૦ની નીચે બંધ ના આવવો જોઇએ

નિફ્ટી ૧૮,૦૫૦ની અને સેન્સેક્સ ૬૦,૮૦૦ની નીચે બંધ ના આવવો જોઇએ

શેરબજારમાં સાવચેતીનું માનસ: ઝડપી ઘટાડાની સંભાવના

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગે કોઇ નિર્ણય જાહેર કરે એ અગાઉ વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટ સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું અને સત્રના પ્રારંભથી જ નરમ ટોન જોવા મળ્યો હતો. ફેડરલ ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો કરશે એ તો સર્વવ્યાપક ધારણા છે, પરંતુ તેના ગાઇડન્સ અને કોમેન્ટ્રી પર બજારની વિશેષ નજર છે.
એક તબક્કે નિફ્ટી ૧૮,૦૫૦ની અને સેન્સેક્સ ૬૦,૮૦૦ની નીચે સરકી ગયો હોવાથી મંદીવાાળા થોડા ગેલમાં આવી ગયા હોય એવું જણાય છે, જોકે તેજીવાળા ફંડામેન્ટલ ધોરણે બજારને ટેકો મળી રહેવાની અપેક્ષા સેવી રહ્યાં છે. આ લખાઇ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્ક ઉપરોક્ત બંને સપાટીની ઉપર છે.
ટેક્નિકલ એનાલિસ્ટ્સ એવી આગાહી કરી રહ્યાં છે કે ટૂંકાગાળા માટે બજાર સહેજ ઓવરબોટ પોજિઝશનમાં જણાય છે અને નિફ્ટી ૧૮,૦૫૦ની નીચે બંધ ના આવવો જોઇએ, નહીં તો ઝડપી કરેકશન આવી શકે છે. જો ફેડરલ તરફથી સારા સંકેત મળે અને વિદેશી ફંડોની લેવાલીનો ટેકો મળે તો નિફ્ટી ૧૮,૨૫૦ સુધી આગળ વધી શકે છે.

RELATED ARTICLES

Most Popular