Homeદેશ વિદેશનિફ્ટી સેન્ચૂરી ફટકારીને ૧૮,૬૦૦ની ઉપર પહોંચ્યો, સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો

નિફ્ટી સેન્ચૂરી ફટકારીને ૧૮,૬૦૦ની ઉપર પહોંચ્યો, સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિટલે ઇન્ફ્લેશન રીઝર્વ બેન્કના નિર્ધારિત આંકની નીચે પહોંચ્યું હોવાથી વ્યાજદરમાં આગામી સમયમાં વધારો ટળ્યો હોવાની અટકળો વચ્ચે સુધરેલા સેન્ટિમેન્ટને કારણે વધેલી લેવાલીના બળે સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટ ઊછળ્યો હતો. પીએસયુ બેન્કની આગેવાનીમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં નિફ્ટીએ મંગળવારના સત્રમાં સેન્ચૂરી ફટકારવામાં સફળતા મેળવી હતી. પીએસયુ ઇન્ડેક્સ ચાર ટકા જેવો વધ્યો હતો અને ખાનગી ક્ષેત્રની નાની બેન્કોમાં પણ કરંટ જોવા મળ્યો હતો.
સત્ર દરમિયાન ૪૩૭.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૭૦ ટકા ઉછળીને ૬૧,૫૬૭.૯૨ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૪૦૨.૭૩ પોઇન્ટ અથવા તો ૦.૬૫ ટકાના ઘટાડા સાથે ૬૨,૫૩૩.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૦.૮૫ પોઇન્ટ અથવા તો ૦.૬૦ ટકાના સુધારા સાથે ૧૮,૬૦૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
રિટેલ ઇન્ફલેશન નવેમ્બરમાં ૫.૮૮ ટકાની ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે દેશનું ઓદ્યોગિક ઉત્પાદન દર્શાવતો ઇન્ડેકસ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડકશન (આઇઆઇપી) ઓક્ટોબરમાં ચાર ટકા ઘટ્યો છે. ઇન્ફલેશન રીઝર્વ બેન્કે નિર્ધારિત કરેલી ટોચમર્યાદાની નીચે સરક્યું હોવાથી દેશની હવે વ્યાજદરમાં વધારો ટળશે એવી આશા વચ્ચે સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. હવેે બજારની નજર અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા તેમ જ ફેડરલ રિઝર્વની આ વર્ષની અંતિમ બેઠક પર છે.
ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૪૬ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ ગેઇનર્સ બન્યો હતો. અન્ય ગેઇનર્સ શેરોમાં બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, એચસીેલ ટેક, એમએન્ડએમ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલનો સમાવેશ હતો. સેન્સેક્સના માત્ર પાંચ શેર ટોપ લૂઝરમાં ટાટા સ્ટીલ, નેસ્લે ઇન્ડિયા, મારુતિ સુઝુકી, ટાઇટન અને એચયુએલનો સમાવેશ હતો.
પસંદગીના નાના શેરોમાં પણ સારી લેવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૪૦ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૩૬ પૈસા તૂટીને ૮૨.૮૭ બોલાયો હતો. વિદેશી સંસ્થાકીય રોકામકારોએ વેચવાલી ચાલુ રાખી હતી અને એક્સચેન્જના ડેટા અનુસાર સોમવારે એફઆઇઆઇએ રૂ. ૧૩૮.૮૧ કરોડના શેર વેચ્યા હતા.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં ૨.૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો અને ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં ૧.૨૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં યુપીએલ, હિન્દાલ્કો, નેસ્લે ઈન્ડિયા અને બીપીસીએલનો સમાવેશ થાય છે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ સર્વાઘિક વધ્યો હતો અને રિયલ્ટી ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૨૯૦.૦૨ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૮૮.૪૩ લાખ કરોડના સ્તરે હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૨૫ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૪૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૭ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૭ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૪૭ ટકા, બીએસઈ લાર્જ કેપ ૦.૫૨ ટકા, અને બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૬૧ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૨.૫૨ ટકા વધ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular