શેરબજારની આગેકૂચ છતાં નિફ્ટી ૧૮,૦૦૦ને સ્પર્શવામાં નિષ્ફળ

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)

મુંબઇ: ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે આગેકૂચ તો જળવાઇ હતી, પરંતુ નિફ્ટી ૧૮,૦૦૦ પોઇન્ટની સપાટીથી ખૂબ નજીક પહોંચવા છતાં સમગ્ર સત્ર દરમિયાન આ સ્તરને સ્પર્શવામાં પણ નિષ્ફળ રહ્યો હતો.
નિષ્ણાતો માને છે કે ટેક્નિકલ ધોરણે તેજીને આગળ વધારવા માટે નિફ્ટીએ આ સ્તર પાર કરવું અનિવાર્ય છે. જોકે, સાથે વિશ્ર્લેષકો એમ પણ કહી રહ્યાં છે કે નિફ્ટીએ ૧૭,૮૦૦ પોઇન્ટનું સ્તર તોડ્યું નથી એ પણ મહત્ત્વની બાબત છે અને એ સ્તર ટકેલું છે ત્યાં સુધી આશાવાદ પણ ટકેલો છે.
નિફ્ટી સત્ર દરમિયાન છેક ૧૭,૯૬૮.૪૫ પોઇન્ટની ઊંચી સપાટી સુધી ગયો હતો. જોકે, ૧૭,૮૫૨.૦૫ પોઇન્ટની નીચી સપાટીને પણ આથડાયો હતો અને અંતે ૧૨.૨૫ પોઇન્ટ અથડાવો ૦.૦૭ ટકાના સુધારા સાથે ૧૭,૯૫૬.૫૦ની સપાટીએ સ્થિર થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.