નિફ્ટીએ ૧૫,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટનો સુધારો

શેરબજાર

મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં આવેલા એકંદર સુધારા સાથે કૂડ ઓઇલના ઘટી રહેલા ભાવને કારણે જન્મેલા આશાવાદ વચ્ચે ખાસ કરીને બેન્ંિકગ, આઇટી અને ઓટો સેકટરના શેરોની આગેવાનીએ નવેસરની લેવાલીનો ટેકો મળતાં વીકલી એક્સપાઇરીના દિવસે સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ ૧૫,૫૦૦ની સપાટી વટાવી નાંખી હતી. સત્ર દરમિયાન ૬૯૪.૨૬ પોઇન્ટ અથવા તો ૧.૩૩ ટકાના ઉછાળા સાથે ૫૨,૫૧૬.૭૯ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેકસ અંતે ૪૪૩.૧૯ પોઇન્ટ અથવા તો ૦.૮૬ ટકાના સુધારા સાથે ૫૨,૨૬૫.૭૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૩.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૯૩ ટકા ગબડીને ૧૫,૫૫૬.૬૫ પોઇન્ટ સપાટીએ પહોંચ્યો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે બજારની ચાલ આ જ રીતે રોલરકોસ્ટરની જેમ ચાલ્યા કરશે અને તીર્વ વોલેટાલિટી જોવા મળશે. નિફ્ટી જ્યાં સુધી તેના ૧૫,૭૦૦-૧૫,૭૮૦ના રેઝિસ્ટન્સ ઝોનને પાર કરવામાં સફળ ના થાય ત્યાં સુધી એકધારી આગેકૂચ સંભવ નથી. રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી છે. સેન્સેક્સના શેરોમાં મારૂતિ, એમએન્ડએમ, એશિયન પેઇન્ટ, ભારતી એરટેલ, ટીસીએસ, સન ફાર્મા, વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક અને હિંદુસ્તાન યુનિલીવર મેજર ગેઇનર રહ્યાં હતાં. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર બન્યા હતા. કોર્પોરેટ હલચલમાં બજાજ ફિનસર્વની અગ્રણી શાખા અને સૌથી મોટી એનબીએફસીમાંની એક બજાજ ફાઇનાન્સે પેમેન્ટ સર્વિસમાં ગ્લોબલ લીડર વર્લ્ડલાઇન સાથે તેના મર્ચન્ટ નેટવર્ક માટે પોઇન્ટ ઓફ સેલ્સ પેમેન્ટ એક્વાયરિંગ સોલ્યુશન્સ માટે જોડાણ કર્યું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની કોમ્પેક્ટ એસયુવીના નવા મોડલ બ્રીઝાનું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ છ વર્ષમાં ૭.૫ લાખ બ્રીઝાનું વેચાણ નોંધાવ્યું છે. ફેરો સ્કેપ નિગમ લિમિટેડ માટે સરકારને અનેક બિડ મળી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે આ કંપનીના વ્યૂહાત્મક વેચાણ માટે માર્ચમાં બિડ મગાવવાનું શરૂ કર્યું હતું, જેની અંતિમ તારીખ પાંચમી મે હતી અને તે પાછળથી લંબાવીને ૧૭ જૂન કરવામાં આવી હતી. ડીપામના સેક્રેટરી તૂહીન કાંતાએ કહ્યું હતું કે, એફએસએનએલ કંપની એમએસટીસી લિમિટેડની સંપૂૂર્ણ માલિકીની સબ્સિડરી છે.
ભારત ઇન્ટરનેશનલ કો-ઓપરેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન આર્કટિકમાં સહભાગી થયું હતું અને ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીઝ સાથે સહકાર કેળવીને વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. ભારતનું પ્રતિનિધિત્વ નેશનલ ડિફેન્સ એકેડેમીના માજી કમાન્ડન્ટ અને સધર્ન તથા ઇસ્ટર્ન કમાન્ડના કમાન્ડર ઇન ચીફ સતીષ સોનીએ કય્રું હતું. ભારતે મિથેન અને કાર્બન કેપ્ચર ક્ષેત્રે સંયુક્ત સંશોધન સાધવાની હિમાયત કરી હતી. નેશનલ ઇન્ટરવેન્શનલ કાઉન્સિલ અને કાર્ડિઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિષદ ખાતે મેડીટ્રીના ગ્રુપ ઓફ હોસ્પિટલના ચેરમેન અને ઇન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ ડો. પ્રતાપકુમાર એન દ્વારા ભારતમાં પ્રથમ વખત ઝીરો કોન્ટ્રાસ્ટ એન્જિઓપ્લાસ્ટી હાથ ધરાઇ હતી. આઇનોક્સ વિન્ડની સબ્સિડરી આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિસે રૂ. ૭૪૦ કરોડના આઇપીઓ લાવવા માટે સેબી પાસે દસ્તાવેજો જમા કરાવ્યાં છે. વિશ્ર્વબજારમાં એકંદર મિશ્ર માહોલ રહ્યો હતો. એશિયાઇ બજારોમાં હોંગકોંગ, શાંઘાઇ અને ટોકિયોમાં સુધારો જોવા મળ્યો હતો.જ્યારે સિઓલમાં નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હતો. યુરોપના શેરબજારોમાં પણ બપોરના સત્ર સુધી નરમાઇના અહેવાલ રહ્યાં હતા. અમેરિકાના બજારોમાં બુધવારે સાધારણ સુધારો રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પીછેહઠ જોવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૧.૪૦ ટકા વધીને ૨૧,૪૭૪.૮૨ના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮ ટકા ઘટાડાની સાથે ૨૪,૧૩૬.૩૩ની સપાટીએ બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ૦.૪૫-૧.૯૬ ટકાનો વધારો જોવા મળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.